Home /News /sport /

ઝીવા સાથે ફિકા પડ્યા યુવરાજ સિંહ અને ધોની જેવા દિગ્ગજો!

ઝીવા સાથે ફિકા પડ્યા યુવરાજ સિંહ અને ધોની જેવા દિગ્ગજો!

ધોની અને ઝીવા. (ફાઇલ ફોટો)

    જે પાર્ટીમાં ધોની, યુવરાજ સિંહ જેવા સુપરસ્ટાર હોય ત્યાં આ સિતારા લાઇમલાઇટમાં રહે છે. જોકે પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલની પુત્રી પૂર્ણાની સંગીત પાર્ટીમાં ધોની અને યુવરાજ પણ ફિકા પડી ગયા હતા. કારણ કે આ પાર્ટીમાં સૌથી વધારે ધોનીની પુત્રી ઝીવા છવાઈ ગઈ હતી. મુંબઈમાં પૂર્ણા પટેલના લગ્નનું ફંક્શન ચાલી રહ્યું છે અને ગુરુવારે તેની સંગીત પાર્ટી હતી. જેમાં ઝીવાએ જોરદાર ડાન્સ કર્યો હતો. ઝીવાએ સુંદર ડ્રેસ પણ પહેર્યો હતો.

    પૂર્ણા પટેલના સંગીત સમારોહમાં સોફી ચૌધરી, યુવરાજ સિંહ, નુશરત ભરુચા, એમએસ ધોની, સાક્ષી ધોની હાજર રહ્યા હતા. પાર્ટીમાં ધોની અને સાક્ષીની જોડી ખુબ સુંદર લાગતી હતી. ધોનીએ કુર્તો-પાયજામો પહેર્યો હતો. જ્યારે સાક્ષીએ મરુન રંગની સાડી પહેરી હતી.







    પૂર્ણા પટેલ ધોનીની પત્ની સાક્ષીની ખાસ ફ્રેન્ડ છે બંનેને ક્લોઝ ફ્રેન્ડ માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર બંનેની પાર્ટીમાં અને સ્ટેડિયમમાં એન્જોય કરતી તસવીરો ઘણી જોવા મળે છે. પૂર્ણા ધોનીની પણ નજીક છે. પૂર્ણા 2008માં આઈપીએલ હોસ્પિટેલિટી મેનેજર હતી. આ દરમિયાન તે ઘણા ક્રિકેટરો સાથે જોવા મળી હતી. સુરેશ રૈના પણ તેનો મિત્ર બન્યો હતો. પૂર્ણા પટેલ બિઝનેસમેન નમિત સોની સાથે લગ્ન કરી રહી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ms dhoni, Ziva dhoni

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन