ક્રિકેટર કરી રહ્યા છે લોકલ બસમાં સફર, બોર્ડ પાસે હોટલ બુક કરવાના પણ પૈસા નથી!

News18 Gujarati
Updated: July 11, 2018, 7:13 PM IST
ક્રિકેટર કરી રહ્યા છે લોકલ બસમાં સફર, બોર્ડ પાસે હોટલ બુક કરવાના પણ પૈસા નથી!
તસવીર - ટ્વિટર
News18 Gujarati
Updated: July 11, 2018, 7:13 PM IST
એક તરફ ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવા દેશોના ક્રિકેટ બોર્ડ પાસે અઢળક રૂપિયા છે તો બીજી તરફ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડની આર્થિક હાલત એટલી દયનીય છે કે શ્રેણી રમવા આવેલી પાકિસ્તાની ટીમ માટે હોટલ પણ બુક કરાવી શકતું નથી. ઝિમ્બાબ્વે ક્રિકેટ (ઝેડસી)ની આર્થિક તંગીના કારણે પાકિસ્તાનની ટીમને હરારેથી બુલાવાયોમાં જવા માટે મોડુ થઈ રહ્યું છે. ઝેડસી પાકિસ્તાનની ટીમને રહેવા માટે હોટલની વ્યવસ્થા પણ કરી શક્યું નથી. પાકિસ્તાન ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની વન-ડે શ્રેણી રમવાનું છે.

રિપોર્ટ પ્રમાણે રવિવારે ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં જીત મેળવ્યા પછી પાકિસ્તાને સોમવારે સાંજે બુલાવાયો માટે રવાના થવાનું હતું પણ તેમણે પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડ્યો હતો. કારણ કે તેઓ જે હોટલમાં રહેવાના હતા તેમણે બુકીંગ સમયે પૈસાની માંગણી કરી હતી જે ઝિમ્બાબ્વે ક્રિકેટ પુરુ કરી શક્યું ન હતું. જેથી બુકીંગ રદ કરી દેવામાં આવ્યું હતું.

ઝિમ્બાબ્વે ક્રિકેટ ઘણા સમયથી આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યું છે. આ કારણે તેણે પોતાની ઘરેલું ટૂર્નામેન્ટ સ્થગિત કરી દીધી છે. આ સિવાય તે ખેલાડીઓ અને કર્મચારીઓને પૈસા પણ ચૂકવી શક્યું નથી. ઝિમ્બાબ્વે ક્રિકેટર્સને ઘણા મહિનાથી સેલેરી મળી નથી અને તે લોકલ બસમાં સફર કરવા મજબૂર છે. આઈસીસીએ તેને મદદ કરવાનો વાયદો કર્યો છે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...