Home /News /sport /ક્રિકેટર ચહલે ધનશ્રી સાથે શેર કર્યો રોમાંટિક VIDEO, વિવાદ પર લાગ્યો વિરામ

ક્રિકેટર ચહલે ધનશ્રી સાથે શેર કર્યો રોમાંટિક VIDEO, વિવાદ પર લાગ્યો વિરામ

ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે (yuzvendra chahal)પત્ની સાથે એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો

Yuzvendra Chahal - ચહલે એ તમામ અટકળોને વિરામ લગાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે પતિ અને પત્ની બન્ને એકબીજાથી અલગ થવાના છે

નવી દિલ્હી : ધનશ્રી વર્મા (dhanashree verma)સાથેના વિવાદના સમાચાર વચ્ચે ગુરુવારે ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે (yuzvendra chahal)પત્ની સાથે એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ચહલે એ તમામ અટકળોને વિરામ લગાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે પતિ અને પત્ની બન્ને એકબીજાથી અલગ થવાના છે. ચહલે પત્ની સાથે બોલિવૂડ ગીત લૈલા પર એક વીડિયો શેર કર્યો છે. આ એડિટેડ વીડિયોમાં ચહલ અને ધનશ્રીના વૈવાહિક જીવન સાથે જોડાયેલી ઘણી તસવીરોને એક સાથે બતાવવામાં આવી છે. ચહલે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું કે માય સ્ટ્રોંગેસ્ટ વુમેન ઇસ માય સ્ટ્રેન્થ. ચહલ કહેલા માંગે છે કે પત્ની જ તેની સૌથી મોટી તાકાત છે.

યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રીના લગ્ન 2020માં થયા હતા. તે જ વર્ષે બન્નેએ સગાઇ કરીને પોતાના સંબંધોને જગજાહેર કર્યા હતા. ધનશ્રી ડોક્ટર છે પણ વ્યવસાયના રૂપમાં તેણે કોરિયોગ્રાફીને પસંદ કરી છે. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. લગભગ એક મહિના પહેલા પતિ-પત્ની વચ્ચે વિવાદના સમાચારે તે વખતે જોર પકડ્યું હતું જ્યારે ધનશ્રીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલની પ્રોફાઇલથી યુજવેન્દ્ર ચહલનું નામ હટાવી દીધું હતું. તેના તરત પછી ચહલે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તે નવી ઇનિંગ્સની શરૂઆત કરવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો - પાકિસ્તાન સામે કેચ છોડ્યા પછી ટેન્શનમાં હતો અર્શદીપ, ટી-20 વર્લ્ડ કપ માટે તૈયાર કરી રહ્યો છે 3 ખાસ હથિયાર




મીડિયામાં અટકળો હતી કે પતિ અને પત્ની વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. આ પછી ચહલ અને ધનશ્રી બન્ને તરફથી એક પોસ્ટ શેર કરતા આ સમાચાર પર સ્પષ્ટતા કરવામાં આવી હતી. એશિયા કપ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ આ આખા મુદ્દે ખોટા સમાચાર પ્રકાશિત કરવાને લઇને પત્રકારોની ક્લાસ પણ લગાવી હતી.
First published:

Tags: Dhanashree Verma, Yuzvendra chahal

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો