ચહલે ધોનીને કહ્યો 'માહી સર', જવાબ મળ્યો- ફરીથી ન કહીશ

News18 Gujarati
Updated: June 3, 2018, 12:50 PM IST
ચહલે ધોનીને કહ્યો 'માહી સર', જવાબ મળ્યો- ફરીથી ન કહીશ

  • Share this:
ટીમ ઈન્ડિયાના યુવા લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલે હાલમાં જ ખુલાસો કર્યો છે કે, જ્યારે તે પહેલી વાર પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને મળ્યો, તો તેઓ તેમને 'માહી સર' કહીને બોલાવતો હતો, જે ધોનીને જરાપણ પસંદ નહતું.

વાત તે દિવસની છે, જ્યારે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનસીવાળી ભારતીય ટીમ વર્ષ 2016માં જિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી. તે સિરીઝમાં લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલે ધોનીની કેપ્ટનસીમાં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તે ઉપરાંત ધોનીએ ચહલને તેના ડેબ્યૂ પર વનડે કેપ પણ આપી હતી.

પ્રથમ વખત એમએસ ધોની જેવા દિગ્ગજથી મુલાકાતથી કોઈપણ યુવા ક્રિકેટર્સને નર્વસ કરી શકે છે. ધોની બધાના આદર્શ છે અને ખેલાડીઓ વચ્ચે તેમનું ખુબ જ માન-સન્માન છે, કેમ કે તે ખુબ જ શાંત અને કૂલ રહે છે.

ધોનીએ કહ્યું- માહિ સર ન કહીશ

ચહલે કહ્યું કે, મેદાન પર ધોની હંમેશા તેમની મદદ કરે છે. ચહલે કહ્યું, જ્યારે તેઓ પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સામેલ થયો તે દરમિયાન તેને એક વખત ધોનીને માહી સર કહીને બોલાવ્યો હતો, જે તેમને જરાપણ પસંદ આવ્યું નહતું.

બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ શોમાં ચહલે ખુલાસો કરતાં કહ્યું કે, હું હંમેશા તેમને માહી સર કહીને જ બોલવતો હતો, જ્યાર બાદ એક વખત તેમને મને બોલાવીને સમજાવ્યો કે, તમે મને માહી, ધોની, મહેન્દ્રસિંહ ધોની અથવા ભાઈ કહીને બોલાવી શકો છો, પરંતુ સર મત કહો.યુવા ખેલાડી માને છે આદર્શ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને યુવા ખેલાડી પોતાના આદર્શ માને છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના બેટ્સમેન લોકેશ રાહુલે ધોનીના વખાણ કરતાં કહ્યું હતું કે, મને હંમેશા માહી ભાઈને ટીવી પર બેટિંગ કરતા જોવા સારા લાગે છે અને તેમને જોઈને ખુબ જ મજા આવે છે. જે રીતે તેઓ ટીમને મેચ જીતાડે છે, તે એકદમ શાનદાર હોય છે.

રાહુલે કહ્યું, માહી ભાઈને એક વખત ફરીથી કેપ્ટનના રૂપમાં વાપસી કરતાં જોઈને ખુબ જ સારૂ લાગ્યું અને તેમને આઈપીએલ ખિતાબ જીત્યો.

 
First published: June 3, 2018
વધુ વાંચો
अगली ख़बर