યુવરાજસિંહ ઇજાગ્રસ્ત, બે બોલ રમીને છોડવું પડ્યું મેદાન

News18 Gujarati
Updated: August 5, 2019, 11:57 AM IST
યુવરાજસિંહ ઇજાગ્રસ્ત, બે બોલ રમીને છોડવું પડ્યું મેદાન
યુવરાજસિંહ (ફાઇલ તસવીર)

73 રનમાં ત્રણ ફટકા બાદ યુવી મેદાનમાં ઉતર્યો હતો. ફવાદ અહમદના બોલ પર તે કોઈ રન બનાવી શક્યો ન હતો.

  • Share this:
કેનેડા ટી 20 લીગમાં પોતાની ધાક જમાવનાર યુવરાજસિંહ ઇજાગ્રસ્ત થયો છે. યુવરાજસિંહને મોન્ટ્રિયલ ટાઇગર્સ વિરુદ્ધ અગત્યની મેચમાં ક્રીઝ છોડીને પરત જવું પડ્યું હતું. રવિવારે મોડી રાત્રે મોન્ટ્રિયલ ટાઇગર્સ અને ટોરન્ટો નેશનલ્સ વચ્ચે રમવામાં આવેલી મેચમાં 137 રનનો પીછો કરતા ટોરન્ટોની હાલત એક સમયે ખરાબ થઈ ગઈ હતી અને કેપ્ટન યુવરાજસિંહ બાજી સંભાળવા માટે મેદાનમાં ઉતર્યો હતો.

73 રનમાં ત્રણ ફટકા બાદ યુવી મેદાનમાં ઉતર્યો હતો. ફવાદ અહમદના બોલ પર તે કોઈ રન બનાવી શક્યો ન હતો. બીજા બોલમાં તે સ્વીપ લગાવવા માંગતો હતો, પરંતુ અચાનક તેણે પોતાની કમરને પકડી લીધી હતી. મેદાન પર તેની પીડા એટલી વધી કે તે તેણે પરત ડ્રેસિંગ રૂમમાં જવું પડ્યું હતું. યુવા બે બોલમાં પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

ક્રિસ ગ્રીને બાજી સંભાળી

કેપ્ટને આવી રીતે મેદાન છોડી દેતા ટીમને મોટો ફટકો પડ્યો હતો. જોકે, બાદમાં ક્રિસ ગ્રીને આવીને જોરદાર ફટકાબાજી કરી હતી, અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે 15 બોલ પહેલા જ ચાર વિકેટથી ટીમને જીત અપાવી દીધી હતી.

યુવરાજ આ મેચમાં શાનદાર ફોર્મમાં રહ્યો છે. આ પહેલા તેણે વોલ્સ વિરુદ્ધ 51 રનની રમત રમતા એક વિકેટ પણ ઝડપી હતી. યુવરાજના બેટમાંથી સતત રનન નીકળી રહ્યા હતા. જોકે, હજુ સુધી યુવીની ટીમ પરથી તેની ઈજા વિશે અધિકારિક કંઈ જણાવવામાં આવ્યું નથી. હવે જોવાનું રહ્યું કે આગામી મેચમાં યુવરાજ રમી શકશે કે નહીં.
First published: August 5, 2019, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading