નવી દિલ્હી: ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજસિંહે (Yuvraj Singh)લગભગ 17 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. પરંતુ તેને ટેસ્ટમાં ઓછા ચાન્સ મળ્યા હતા. આના પરથી બે વર્ષ નિવૃત્તિ લીધા બાદ તેની પીડા છલકાઈ ગઈ છે અને તેણે સોશિયલ મીડિયા પર પોતાની વાત રાખી છે. 2011ની વર્લ્ડ ચેમ્પિયન ટીમનો સભ્ય રહી ચૂકેલા યુવરાજને ફક્ત 40 ટેસ્ટ મેચમાં જ રમવાનો મોકો મળ્યો હતો. તેણે કહ્યું છે કે, તે સાત વર્ષ સુધી ટેસ્ટ ટીમમાં 12માં ખેલાડી તરીકે રહ્યો છે.
સ્પોર્ટ્સ મેગેઝિન 'વિઝ્ડન ઈન્ડિયા' એ યુવરાજની તસવીરવાળા ચાહકોને પૂછ્યું હતું કે, તે ખેલાડીનું નામ આપવા માટે, જે વધારે ટેસ્ટ મેચ નહીં રમી શકે. ક્રાઉન પ્રિંસે પણ આ અંગે જવાબ આપ્યો. તેમણે લખ્યું, 'કદાચ પછીની જિંદગીમાં એવું બનશે, જ્યારે હું સાત વર્ષ માટે 12મો ખેલાડી ન બનીશ.'
સ્પોર્ટ્સ મેગેઝિન 'વિઝ્ડન ઈન્ડિયા' એ યુવરાજની તસવીરવાળા ચાહકોને પૂછ્યું હતું કે, તે ખેલાડીનું નામ આપવા માટે, જે વધારે ટેસ્ટ મેચ નહીં રમી શકે. ક્રાઉન પ્રિંસે પણ આ અંગે જવાબ આપ્યો. તેમણે લખ્યું, 'કદાચ પછીની જિંદગીમાં એવું બનશે, જ્યારે હું સાત વર્ષ માટે ટીમનો 12 મો ખેલાડી બની રહ્યો હતો.
યુવરાજે 2000માં વનડે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. તેણે ઓક્ટોબર 2003માં મોહાલીમાં 2003માં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તેણે છેલ્લી ટેસ્ટ 2012માં રમી હતી, પરંતુ તે નવ વર્ષમાં માત્ર 40 ટેસ્ટ મેચ રમી શક્યો હતો. તેણે ટેસ્ટ કારકિર્દીમાં 1900 રન બનાવ્યા હતા અને 9 વિકેટ લીધી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર