Home /News /sport /

Yuvraj singh : શું IPLમાં પરત ફરશે યુવરાજ સિંઘ? જુઓ Viral Videoમાં શું કહ્યું સિક્સર કિંગે

Yuvraj singh : શું IPLમાં પરત ફરશે યુવરાજ સિંઘ? જુઓ Viral Videoમાં શું કહ્યું સિક્સર કિંગે

yuvraj singh Video : યુવરાજસિંઘે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો, શું પરત ફરી રહ્યો છે સિક્રસ કિંગ

Yuvraj Singh Video : યુવરાજ અને ધોની વચ્ચે આજે થઈ છે ખાસ મુલાકાત (MS Dhoni-Yuvraj Singh Reunion) ક્યા મેદાન પર પરત ફરવાનો છે યુવી

    ભારતીય ટીમના પૂર્વ ઓલ રાઉન્ડર યુવરાજ સિંહે (Yuvaraj singh) મેદાન પર પરત ફરવાની જાહેરાત કરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. તેણે કહ્યું છે કે, તે ફેબ્રુઆરી 2022માં મેદાનમાં પરત ફરશે તેવું કહ્યું છે. આ જાહેરાત તેણે ઈન્સ્ટાગ્રામ (Instagram)ના માધ્યમથી કરી છે.

    ઈન્સ્ટાગ્રામ પર યુવરાજ સિંહે શું લખ્યું? : યુવરાજે ઇન્સ્ટાગ્રામ પર પોતાની વાપસીની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, ઈશ્વર તમારું ભાગ્ય નક્કી કરે છે !! લોકોની માંગ પર ફેબ્રુઆરીમાં પીચ પર પાછો આવીશ તેવી આશા છે! આ લાગણી જેવું કશું જ નથી ! તમારા પ્રેમ અને ઇચ્છાઓ માટે આભાર તે મારા માટે ઘણું મહત્વ છે! ભારતને ટેકો આપતા રહો, તે આપણી ટીમ છે અને સાચો ચાહક મુશ્કેલ સમયમાં ટેકો આપશે.

    નિવૃત્તિ બાદ પણ સતત એક્ટિવ છે યુવરાજ

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ યુવરાજ વિશ્વભરમાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમ્યો હતો. તે GT 20 લીગમાં ટોરન્ટો નેશનલ્સનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે અને અબુ ધાબી ટી-10માં મરાઠા અરેબિયન્સ તરફથી પણ રમ્યો છે. યુવરાજ છેલ્લે માર્ચ 2021માં રોડ સેફ્ટી સિરીઝ દરમિયાન મેદાન પર જોવા મળ્યો હતો.

    આ પણ વાંચો :  Sara Tendulkar: સચિનની લાડલી સારાનો video Viral, શું ફિલ્મોમાં કરશે એન્ટ્રી?

    યુવરાજ સિંહે 2011ના વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. જ્યાં બેટિંગ સાથે બોલિંગમાં પણ શાનદાર દેખાવ કર્યો હતો. યુવરાજે 90.50ની એવરેજથી 362 રન બનાવ્યા હતા અને 15 વિકેટ પણ ઝડપી હતી. યુવરાજે 2011ના વર્લ્ડ કપમાં પોતાની શ્રેષ્ઠ રમત બતાવી હતી. પણ 2011ના વર્લ્ડ કપના સમાપનના થોડા દિવસો બાદ તેને કેન્સર હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ સ્થિતિ બદલાઈ ગઈ હતી.




    ફરી મેદાનમાં ઉતરવા સજ્જ

    યુવરાજે મંગળવારે (7 ડિસેમ્બર) ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયો બાદ યુવરાજ ફરી એકવાર ચર્ચામાં છે. જે તેના પુનરાગમનનો સંકેત આપી રહ્યા છે. તેણે ચાહકોને મોટા સરપ્રાઈઝ માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.

    આ પણ વાંચો :Pro Kabaddi League Season 8 : ભારતના કબડ્ડી ખેલાડીઓની સેલરી પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર બાબર આઝમ કરતાં પણ વધુ

    એમ.એસ. ધોની અને યુવરાજ વચ્ચે થઈ મુલાકાત

    આ દરમિયાન હવે ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને યુવરાજ વચ્ચે મુલાકાત થઈ હોવાનું પણ સામે આવ્યું છે. યુવરાજ સિંહે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે. જેમાં બંને સોફા પર બેસીને એકબીજા સાથે વાત કરતા જોઇ શકાય છે. તેમની મુલાકાત પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી. પરંતુ આ ફોટો કોમર્શિયલ શૂટનો ભાગ હોઈ શકે છે. કારણ કે, ધોની તાજેતરમાં આગામી પ્રો કબડ્ડી લીગની જાહેરાતમાં જોવા મળ્યો હતો.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन