Home /News /sport /ગૌતમ ગંભીરએ કહ્યું યુવરાજ વર્લ્ડ કપ 2011નો ગુમનામ હીરો , તેની બરાબરી કોઇ ન કરી શકે

ગૌતમ ગંભીરએ કહ્યું યુવરાજ વર્લ્ડ કપ 2011નો ગુમનામ હીરો , તેની બરાબરી કોઇ ન કરી શકે

નવી દિલ્હી: 10 વર્ષ પહેલા આજના દિવસે જ 2 એપ્રિલે ભારતીય ક્રિકેટ ટીમે એમ.એસ ધોનીની કેપ્ટનશીપમાં ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમે 2011માં શ્રીલંકાને ફાઇનલમાં હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી જીતી લીધી હતી. શ્રીલંકાએ પહેલા બેટીંગ કરતા મહિલા જયવર્ધનની સદીની મદદથી 274 રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 48.2 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. આ મેચમાં મેન ઓફ ધ મેચ કેપ્ટન ધોનીએ 79 બોલમાં 91 રન કર્યા હતા. અને સિક્સ ફટકારીને ટીમને ફાઇનલ મેચ જીતાડી હતી. જ્યારે બીજુ બાજુ ગૌતમ ગંભીરે 97 રનનું મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું હતું. યુવરાજ સિંહે નોટ આઉટ રહીને 21 રન બનાવ્યા હતા અને બે વિકેટ પણ લીધી હતી. અને તેને મેન ઓફ ધ ટૂર્નામેન્ટ પણ મળ્યું હતું. ગંભીરે યુવરાજસિંહને વર્લ્ડ કપ 2011નો ગુમનામ હીરો કહ્યો હતો.

આ પણ વાંચો: 1 રૂપિયાનો આવો સિક્કો તમને બનાવી શકે છે કરોડપતિ! ફટાફટ તમારું કલેક્શન તપાસી લો

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં ગૌતમે કહ્યું, 'ઘણા લોકો કહે છે કે આ જીતનો ગુમનામ હીરો હું હતો. જોકે મારા માટે બંને વર્લ્ડ કપમાં યુવરાજે ગુમનામ હિરોની ભૂમિકા ભજવી હતી. યુવીના યોગદાન વિના ભારત 2011નો વર્લ્ડ કપ જીતી શક્યું ન હતો. મારા માટે યુવી બંને વર્લ્ડ કપમાં સૌથી મોટો ખેલાડી હતો. જો મારે બંને વર્લ્ડ કપમાં કોઈ ખેલાડીનું નામ લેવું હોય તો હું યુવરાજનું નામ લઈશ. 2007ના ટી -20 વર્લ્ડ કપની ફાઇનલમાં, મેં ચોક્કસ 75 રન બનાવ્યા હતા, પરંતુ મારું માનવું છે કે, યુવરાજે જે કર્યું તેનાથી કોઈ સરખામણી કરી શકે નહીં. યુવરાજે વર્લ્ડ કપ 2011માં 362 રન ઉપરાંત 15 વિકેટ લીધી હતી. ક્વાર્ટર ફાઇનલમાં યુવરાજ ઓસ્ટ્રેલિયા સામે મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. આ ઉપરાંત ટી -20 વર્લ્ડ કપ 2007ની સેમિફાઇનલમાં યુવરાજે ઓસ્ટ્રેલિયા સામે 30 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી અને મેચ ભારતે જીતી લીધી હતી.

આ પણ વાંચો:ફિલ્મ ઉદ્યોગમાં કોવિડ-19નો કહેર: આલિયા ભટ્ટનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ

ગૌતમ ગંભીરે યુવરાજ વિશે જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલાં જોતાં એવું લાગે છે કે 'મેન ઓફ ધ ટૂર્નામેન્ટ' બનવા છતાં યુવરાજ 'ગુમનામ' હીરો રહ્યો. તેણે કહ્યું, 'વર્લ્ડ કપ જીતવા માટે કદાચ 14 અનામી હીરો હતા. મુનાફ, હું, હરભજનસિંગ, વિરાટ જેણે પહેલી મેચમાં સદી ફટકારી હતી, રૈના જેણે પાકિસ્તાન સામે સેમિફાઇનલમાં નિર્ણાયક ઇનિંગ્સ રમી હતી. આ બધા ખેલાડીઓનું યોગદાન અતુલ્ય હતું. તમે તેમના વિશે વાત કરશો નહીં, લોકો ફક્ત એક સિક્સની જ વાત કરે છે.
First published:

Tags: Gautam Gambhir, ક્રિકેટ ન્યૂઝ