Home /News /sport /છગ્ગા જવા દો...એક ચોગ્ગો પણ ન ફટકારી શક્યો યુવરાજસિંહ, 27 બોલમાં બનાવ્યા ફક્ત 14 રન

છગ્ગા જવા દો...એક ચોગ્ગો પણ ન ફટકારી શક્યો યુવરાજસિંહ, 27 બોલમાં બનાવ્યા ફક્ત 14 રન

યુવરાજસિંહ

Global T20 Canada 2019માં યુવરાજસિંહ ટોરન્ટો નેશનલ ટીમનો કેપ્ટન છે પરંતુ Vancouver Knights નાઇટ્સ વિરુદ્ધ તે સારું પદર્શન કરી શક્યો ન હતો.

ક્રિકેટમાં ચોગ્ગા અને છગ્ગાઓનો વરસાદ કરનારા યુવરાજસિંહ માટે Global T20 Canadaની પ્રથમ મેચ ડરાવનાર સપના જેવી રહી હતી. ટોરન્ટો નેશનલ ટીમનો કેપ્ટન યુવરાજસિંહ ગ્લોબલ ટી20ની પ્રથમ મેચમાં જ ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. Vancouver Knights વિરુદ્ધ યુવરાજ 27 બોલમાં 14 રન બનાવી શક્યો હતો.

યુવરાજનું ખરાબ પ્રદર્શન

એક સમયે સિક્સર કિંગ કહેવાતા યુવરાજમાં હવે પહેલા જેવો દમ નથી રહ્યો. મેચ દરમિયાન બોલર તરફથી ફેંકાયેલા બોલને તે પોતાના બેટથી સરખી રીતે ફટકારી શકવામાં પણ મહેનત કરી રહ્યો હતો. યુવરાજસિંહ અનેક વખત મોટા શૉટ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ તેના બેટમાં જ આવ્યો ન હતો. અંતે યુવરાજસિંહને રિઝવાન ચીમાના બોલમાં સ્ટમ્પ આઉટ આપી દેવામાં આવ્યો હતો. જોકે, રિપ્લેમાં માલુમ પડ્યું હતું કે તે નોટઆઉટ હતો. પોતાની નાની રમત દરમિયાન યુવરાજની કમરમાં પણ ઈજા પહોંચી હતી.



યુવરાજ આઉટ થયા બાદ કાયરન પોલાર્ડ અને હેનરિચ ક્લાસેને ઝડપથી રન બનાવ્યા હતા અને 20 ઓવરના અંતે ટીમનો સ્કોર 159 રન સુધી પહોંચાડ્યો હતો. ક્લાસેને 20 બોલમાં 41, જ્યારે પોલાર્ડે 13 હોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. આ બંને ઉપરાંત રોડ્રિગો થોમસે પણ 31 બોલમાં 41 રન બનાવ્યા હતા. પોલાર્ડ, ક્લાસેન અને થોમસે મળીને 10 છગ્ગા ફટકાર્યા હતા.

ગ્લોબલ ટી 20માં અનેક દિગ્ગજ ખેલાડી સામેલ

નોંધનીય છે કે ગ્લોબલ ટી 20 કેનેડામાં યુવરાજસિંહ ઉપરાંત, ક્રિસ ગેલ, બ્રેન્ડન મેક્કુલમ, કાફ ડુપ્લેસી, ક્રિસ લિન અને કોલિન મુનરો જેવા ખેલાડીઓ રમી રહ્યા છે. Global T20 Canadaમાં 6 ટીમ ભાગ લઈ રહી છે. જેમાં બ્રેમ્પ્ટન વૂલ્વ્સ, વિનિપેગ હોક્સ, ટોરન્ટો નેશનલ્સ, એડમોન્ટન રોયલ્સ, વૈંકૂવર નાઇટ્સ, મોન્ટરીયલ ટાઇગર્સ સામેલ છે. આ લીગમાં કુલ 22 મેચ રમવામાં આવશે. આઠ ઓગસ્ટના રોજ ક્વોલિફાયર અને એલિમિનેટર હશે. જ્યારે 10 ઓગસ્ટના રોજ ક્વોલિફાયર હશે. લીગની ફાઇનલ 11 ઓગસ્ટના રોજ યોજાશે.
First published:

Tags: T-20, Yuvraj singh

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો