નિવૃત્તિ પછી નોકરી શોધી રહ્યો છે યુવરાજ સિંહ, ઇન્ટરવ્યૂનો વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: June 29, 2019, 4:15 PM IST
નિવૃત્તિ પછી નોકરી શોધી રહ્યો છે યુવરાજ સિંહ, ઇન્ટરવ્યૂનો વીડિયો વાયરલ
નિવૃત્તિ પછી નોકરી શોધી રહ્યો છે યુવરાજ સિંહ, ઇન્ટરવ્યૂનો વીડિયો વાયરલ

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી હવે યુવરાજ સિંહ જોબ ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે

  • Share this:
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી હવે યુવરાજ સિંહ જોબ ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે. તમને ભલે અમારી વાત પર વિશ્વાસ ન હોય પણ યુવરાજના જોબ ઇન્ટરવ્યૂનો એક વીડિયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ ઇન્ટરવ્યૂની ખાસ વાત એ છે કે કે યુવરાજ ભલે નોકરી માંગવા ગયો હોય પણ તેને બોસ પસંદ આવતો નથી. જેના કારણે તે ઇન્ટરવ્યૂ છોડીને અધવચ્ચેથી ચાલ્યો જાય છે.

ટીમ ઇન્ડિયાનો યુવી અને નવા ખેલાડીઓ વચ્ચે યુવી પાજીના નામથી પ્રખ્યાત યુવરાજ સિંહે હોટ સ્ટાર સ્પેશ્યલ સીરિઝ ધ ઓફિસ ઇન્ડિયામાં એક્ટિંગ કરી છે. આ સીરિઝમાં યુવરાજ સિંહ એક ઓફિસમાં ઇન્ટરવ્યૂ માટે જાય છે. અહીં તેની મુલાકાત ચઢ્ઢા નામના બોસ સાથે થાય છે. ચઢ્ઢા સાહેબ રસપ્રદ રીતે યુવરાજને સવાલ પુછે છે. યુવરાજને ચઢ્ઢા સાહેબ પૂછે છે કે તેમની પાસે સેલ્સનો અનુભવ છે. આના જવાબમાં યુવી કહે છે કે મેં ગાડી, ચોકલેટ, ટૂથપેસ્ટ, ફ્રિજ અને ઇન્સ્યોરન્સ પણ વેચ્યો છે. યુવરાજ કહે છે કે તમે ઇચ્છો તો હું તમને પેપર પણ વેચીને બતાવી શકું છું. આ પછી ચઢ્ઢા બોસ યુવરાજ સાથે ઘણી બધા સિગ્નેચર કરાવી નાખે છે. આ પછી યુવરાજનો થ્રો ટેસ્ટ થાય છે. યુવરાજનો સાઇન ટેસ્ટ પણ લેવામાં આવે છે.

આ પણ વાંચો - ICC World Cup 2019: ભગવા જર્સીમાં નજર આવ્યા ટીમ ઇન્ડિયાનાં સુપર હિરોયુવરાજ સિંહને પછી પુછવામાં આવે છે કે આખરે ક્રિકેટને હિન્દીમાં શું કહેવાય છે. આ સવાલ પર યુવરાજ સિંહ સાદગીથી જવાબ આપે છે કે લંબ દંડ-ગોલ પિંડ-ભાગ-દોડ સ્પર્ધા. ઇન્ટરવ્યૂના અંતમાં યુવરાજ સેલેરીની વાત કરે છે તો ચઢ્ઢા સાહેબ કહે છે કે તને મારા જેવા બોસની નીચે કામ કરવાની તક મળશે, શું આ ઓછું છે. બોસની આ વાત સાંભળી યુવરાજને ગુસ્સો આવે છે અને તે ચઢ્ઢા જી પર ગુસ્સે થઈ બહાર નિકળી જાય છે.

યુવરાજ સિંહનો આ વીડિયો હોટસ્ટાર પર આવનાર વેબ સિરીઝનો પ્રોમો છે. આ પ્રોમોને દર્શક ઘણો પસંદ કરે છે. શો ની ટેગલાઇન પણ કમાલની છે. 50% ચિલ્લ 60% ચુલ્લ.
First published: June 29, 2019, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading