Home /News /sport /

યુવરાજ સિંહ જાહેર કરી શકે છે નિવૃત્તિ, આવો છે આગળનો પ્લાન

યુવરાજ સિંહ જાહેર કરી શકે છે નિવૃત્તિ, આવો છે આગળનો પ્લાન

યુવરાજ સિંહ (33 સિક્સ) વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારવા બાબતે ભારતીય ટીમનો સ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ બીજા ક્રમે છે. 6 બોલમાં 6 સિક્સર મારવાની સિદ્ધિ પણ તેના નામે જ છે. યુવરાજે T20 વર્લ્ડ કપની 28 ઇનિંગમાં 593 રન કર્યા છે અને કુલ 33 સિક્સર મારી છે.

યુવરાજ આ વર્ષે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં હતો પણ તેને વધારે તક મળી ન હતી

  વર્લ્ડ ક્રિકેટનો સિક્સર કિંગ ગણાતો યુવરાજ સિંહ હવે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા ઉપર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે. યુવરાજ સિંહને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું નથી અને તે લાંબા સમયથી ટીમથી બહાર ચાલી રહ્યો છે. આવા સમયે યુવરાજે સ્વિકાર કરી લીધો છે કે હવે તેની ભારત તરફથી રમવાની સંભાવના નથી. યુવરાજ આ વર્ષે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં હતો પણ તેને વધારે તક મળી ન હતી. સંભવત આ જ કારણ છે કે તે પોતાની ભવિષ્યની યોજનાઓ ઉપર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે.

  યુવરાજ રમવા માંગે છે વિદેશી ટી-20 લીગ
  રિપોર્ટ પ્રમાણે યુવરાજ સિંહ વિદેશી ટી-20 લીગ રમવા માંગે છે. તે આઈસીસીથી સ્વિકૃત વિદેશી ટી-20 લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમી શકે છે. જોકે બીસીસીઆઈ પાસેથી મંજૂરી મળ્યા પછી જ અંતિમ નિર્ણય કરશે. આ મામલાની જાણકારી રાખનાર બીસીસીઆઈના સૂત્રએ કહ્યું હતું કે યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય અને પ્રથમ શ્રેણી ક્રિકેટથી નિવૃત્તિ વિશે વિચાર કરી રહ્યો છે. તેણે બીસીસીઆઈ સાથે વાત કરવા અને જીટી20 (કેનેડા), આયરલેન્ડ અને યૂરો ટી20 સ્લેમ અને હોલેન્ડમાં રમવા પર વધારે સ્પષ્ટતા માંગવાની આશા છે.

  આ પણ વાંચો - ધોની વિશે મિત્રએ ખોલ્યું રહસ્ય, અમે તેને આતંકવાદી કહેતા, હવે તે સંત બની ગયો

  ઇરફાન પઠાણને મળી ન હતી મંજૂરી

  બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઇરફાનને ડ્રાફ્ટથી નામ પાછુ લેવા માટે કહ્યું હતું. જ્યાં સુધી યુવરાજનો સવાલ છે તો અમારે નિયમ જોવા પડશે. જો તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી નિવૃત્તિ લઈ લે તો પણ બીસીસીઆઈ અંતર્ગત રજિસ્ટર એક્ટિવ ટી-20 ખેલાડી છે. આ દરમિયાન કેટલાક લોકોનું માનવું છે કે જો ઝહીર ખાન અને વીરેન્દ્ર સેહવાગ દુબઈમાં ટી-10 લીગમાં ભાગ લઈ શકે છે તો પછી યુવરાજને સ્વિકૃતિ કેમ ના મળી શકે.

  બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે ટી-10ને ભલે આઈસીસી પાસેથી મંજૂરી મળી હોય પણ તે હજુ પણ સ્વીકાર્ય ફોર્મેટ નથી. જોકે આગળ વધતા જ્યારે પણ ખેલાડીઓનું એસોસિયેશન આકાર લેશે ત્યાં નિવૃત્ત લઈ ચૂકેલા ખેલાડીઓનો મામલો વિચાર માટે આવી શકે છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Yuvraj singh, બીસીસીઆઇ

  આગામી સમાચાર