નવી દિલ્હી : ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે (Yuvraj Singh) મંગળવારે પાકિસ્તાનમાં કોવિડ-19 પીડિત લોકોની મદદ માટે વિનંતી કરતું ટ્વિટ કરતા ઘણા પ્રશંસકો નારાજ થયા હતા. યુવરાજ સિંહે હતું કે બધા લોકો શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનને દાન આપવાનો પ્રયત્ન કરે. આ કારણે ઘણા પ્રશંસકોએ યુવરાજને પોતાના દેશમાં મદદ કરવાની સલાહ આપી હતી. સોશિયલ મીડિયા પર ટિકાનો સામનો કરી રહેલા યુવરાજ સિંહે આ મામલે પોતાની ચુપ્પી તોડી છે. યુવરાજે બુધવારે કહ્યું હતું કે તેનો આશય કોઈને આહત કરવાનો ન હતો. તેણે કરેલી મદદની વિનંતીને રાઈનો પહાડ બનાવવામાં આવી રહ્યો છે.
યુવરાજે ટ્વિટ કર્યું હતું કે મને સમજણ પડતી નથી કે જરુરિયાતમંદ લોકોની મદદને લઈને કરવામાં આવેલા એક ટ્વિટ પર આટલો બધો હંગામો કેમ મચાવવામાં આવ્યો છે. હું ફક્ત એટલું કહેવા માંગીશ કે પોત પોતોના દેશમાં લોકોની મદદ કરે. મારો ઇરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો. હું ભારતીય છું અને હંમેશા રહીશ. હું માણસાઇ માટે હંમેશા ઉભો રહીશ. જય હિંદ. ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ સિવાય હરભજન સિંહે પણ શાહિદ આફ્રિદીની મદદ માટે ટ્વિટ કર્યું હતું. જેના કારણે પ્રશંસકોની ટિકા સહન કરવી પડી હતી.
યુવરાજે સિંહે આઈપીએલ ઉપર પણ વિવાદિત નિવેદન કર્યું છે. યુવરાજ સિંહે કહ્યું કે આઈપીએલ યુવાઓનું ધ્યાન ભટકાવે છે. મોટાભાગના યુવા જે એકદિવસીય ક્રિકેટ રમે છે તેમનું ધ્યાન આઈપીએલ ઉપર જ લાગેલું હોય છે. ચાર દિવસીય ક્રિકેટ પર હોતું નથી. તમને જણાવી દઈએ કે યુવરાજ પોતે 12 સિઝનમાં 7 ફ્રેન્ચાઇઝી તરફથી આઈપીએલ રમ્યો છે. યુવરાજ સિંહ આઈપીએલમાં કરોડો રુપિયા કમાઈ ચૂક્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર