નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાને બે બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં ચાવી રૂપ ભૂમિકા ભજવનાર સિક્સર કિંગ યુવરાજસિંઘનો (Yuvrajsingh) આજે જન્મદિવસ છે. યુવરાજસિંઘે આ જન્મદિવસની (Yuvrajsingh Birthday) ઊજવણીના દિવસે યુવરાજસિંઘે કોઈ તામજામ કર્યા વગર એક પત્ર લખ્યો અને આ પત્રમાં તેનું દુ:ખ છલકાયું છે. હકિકતે યુવરાજે એક નિવેદન બહાર પાડ્યું છએ અને તેમાં તેણે પિતા યોગરાજસિંઘના (Yograjsingh) વિવાદિત નિવેદન સાથે પોતાને કઈ લાગતું વળગતું નથી તેવું જણાવ્યું છે. જોકે, યુવરાજે આ સાથે આ નિવેદનમાં ખેડૂત આંદોલનનો (Farmers Protest) સુખદ અંત આવે તેવી પણ આશા રાખી છે.
યુવરાજને પિતાના નિવેદનથી દુ:ખ
12 ડિસેમ્બર 1981ના રોજ જન્મેલા યુવરાજસિંઘને આજે 39 વર્ષ થયા છે. રાત્ર 12 વાગ્યે યુવરાજસિંઘે ઇન્સ્ટાગ્રામ પર પર એક પોસ્ટ લખી જેમાં એક પત્ર મૂક્યો હતો. યુવરાજે આ પોસ્ટમાં લખ્યું કે 'હું પિતા યોગરાજસિંહ દ્વારા આપવાામં આવેલા નિવેદનથી ખુબ જ દુખી છું. હું અહીંયા સ્પષ્ટ કરવા માંગું છું કે મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મેળ ખાતી નથી.'
હકિતતમાં એક અઠવાડિયા પહેલાં યોગરાજસિંઘે ખેડૂત આંદલોનના સમર્થનમાં કથિત રીતે હિંદુઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ભાષણ તેમણે પંજાબીમાં આપ્યું હતું અને કહ્યું હતું કે 'આ હિંદુઓ ગદ્દાર છે, સો વર્ષ મુઘલોની ગુલામી કરી' તેમણે મહિલાઓ અંગે પણ વિવાદિત નિવેદન કર્યુ હતું. યોગરાજસિંઘનું આ ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું અને લોકોએ તેમની ધરપકડની માંગ કરી હતી.
યોગરાજસિંઘે લખ્યું કે 'આ ખેડૂત આંદોલન સમાપ્ત થવું જોઈએ. લોકો જન્મદિવસે પોતાની ઇચ્છા પુરી કરે છે પરંતું હું આ વર્ષે જન્મદિવસ ઊજવવાને બદલે આશા રાખું છું કે સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતથી આ આંદોલનનો સુખદ અંત આવે. ખેડૂતે આપણા દેશને ચલાવે છે અને મને વિશ્વાસ છે કે એવી કોઈ સમસ્યા નથી જેનો વાતચીતથી હલ ન આવી શકે'
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર