ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય ક્રિકેટ ટીમને 2011માં વનડે વિશ્વ ચેમ્પિયન બનાવનાર સ્ટાર ખેલાડી યુવરાજ સિંહને આશા છે કે 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનાર ICC વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા સારું પ્રદર્શન કરશે. ટીવી શો પર મહિલા વિરોધી ટિપ્પણી કર્યા બાદ વિરોધનો સામનો કરનાર હાર્દિકે શાનદાર વાપસી કરી છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સારો દેખાવ કર્યો છે.
યુવરાજે કહી આ વાત
યુવરાજને લાગે છે કે 50 ઓવરમાં હાર્દિકની તાબડતોડ બેટિંગ ભારત માટે લાભદાયી હશે. યુવરાજે કહ્યું, હું કાલે તેની સાથે (હાર્દિક) વાત કરી રહ્યો હતો. મેં તેને કહ્યું કે, તારી પાસે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરવાનો મોકો છે. યુવરાજે કહ્યું કે, તે જેવી રીતે બેટિંગ કરી રહ્યો છે, તે કમાલનું છે. હું આશા રાખીશ કે તે આ ફોર્મ વર્લ્ડ કપ સુધી જાળવી રાખે. તે વચ્ચે-વચ્ચે સારી બોલિંગ કરી રહ્યો છે.
હાર્દિકે રમી હતી આ તોફાની પારી
વર્લ્ડ કપ સાથે જોડાયેલા એક પ્રચાર કાર્યક્રમમાં પહોંચેલા યુવરાજે કહ્યું કે, કોલકાતા નાઇટરાઇડર્સ વિરુદ્ધ 91 રનની પારી તેની સર્વશ્રેષ્ઠ પારી હતી. તેણે કહ્યું કે, તે એવા ફોર્મમાં છે, જે બેસ્ટમેન ઇચ્છે છે. હું તેને અભ્યાસ મેચો તરીકે જોઇ રહ્યો છું. તે શાનદાર રીતે પ્રહાર કરી રહ્યો છે. મેં તેને કહ્યું કે, તે જેવી રીતે બેટિંગ કરી રહ્યો છે, તેના માટે વર્લ્ડ કપ શાનદાર હશે. કોલકાતા વિરુદ્ધ તેણે 34 બોલમાં 91 રન કર્યા હતા. આઇપીએલમાં મારા માટે કદાચ આ સૌથી શાનદાર પારીઓમાંથી એક હતી.
વર્લ્ડ કપ 2011માં મેન ઓફ ધ સીરિઝ રહેનાર આ ખેલાડીએ વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ ઉપરાંત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવાના દાવેદાર ગણાવ્યા. તેણે કહ્યું, મને લાગે છે કે ઇંગ્લેન્ડ અને ભારત જીતના પ્રબળ દાવેદાર છે. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની વાપસીથી ઓસ્ટ્રેલિયા પણ રેસમાં છે. વેસ્ટઇન્ડીઝ પાસે પણ દમદાર ટીમ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર