Home /News /sport /સચિન તેંડલકર પછી હવે યૂસુફ પઠાણ પણ કોરોના પોઝિટિવ, અન્ય ખેલાડી પણ તપાસના ઘેરામાં

સચિન તેંડલકર પછી હવે યૂસુફ પઠાણ પણ કોરોના પોઝિટિવ, અન્ય ખેલાડી પણ તપાસના ઘેરામાં

તસવીર - યૂસુફ પઠાણ ટ્વિટર

રોડ વર્લ્ડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટૂર્નામેન્ટમાં સચિન અને યૂસુફ સિવાય યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ, વીરેન્દ્ર સેહવાગ, મુનાફ પટેલ જેવા દિગ્ગજો રમ્યા હતા

નવી દિલ્હી : દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) પછી હવે યૂસુફ પઠાણ (Yusuf Pathan)પણ કોરોના સંક્રમિત થયો છે. યૂસુફ પઠાણે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. સચિન અને યૂસુફ પઠાણ બંને હોમ ક્વોરન્ટાઇન થઇ ગયા છે. બંને ખેલાડીએ હાલમાં જ રાયપુરમાં યોજાયેલી રોડ વર્લ્ડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ઇન્ડિયા લીજેન્ડ્સની ટીમ આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. બંને ખેલાડીઓ પોઝિટિવ આવ્યા પછી અન્ય ખેલાડીઓ પણ શંકાના દાયરામાં આવી ગયા છે. જેમાં યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ, એસ બદ્રિનાથ જેવા ખેલાડી છે.

યૂસુફ પઠાણે રાત્રે 8 કલાકેને 40 મિનિટ પર ટ્વિટ કરીને કોરોના પોઝિટિવ થવાની જાણકારી આપી હતી. આ પહેલા ત્રણ કલાક પહેલા તેણે સચિન તેંડુલકરને જલ્દી સ્વસ્થ થવાની વાત કહી હતી. યૂસુફે ટ્વિટ કરીને કહ્યું છે કે હું કોવિડ-19થી સંક્રમિત થયો છું. મને હળવા લક્ષણો છે. મેં પોતાને ઘરમાં ક્વોરન્ટાઇન કરી લીધો છે. નિવેદન છે કે જ પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે જલ્દી પોતાની તપાસ કરાવી લે.



આ પણ વાંચો - ભારત- ઇંગ્લેન્ડ વન ડે : પંતે વિરાટને પછાડ્યો, સતત 5મી વખત ટીમ ઇન્ડિયાએ 300 રન ફટકાર્યા, આ છે ટોપ 10 રેકોર્ડ

સચિન તેંડુલકરની કેપ્ટનશિપમાં રમતા યૂસુફ પઠાણે ઇન્ડિયા લીજેન્ડ્સે ટાઇટલ અપાવ્યું હતું. ફાઇનલમાં યૂસુફે 62 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી અને 2 વિકેટ પણ ઝડપી હતી. યુવરાજે પણ અડધી સદી ફટકારી હતી.

આ ટૂર્નામેન્ટમાં સચિન અને યૂસુફ સિવાય યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ, વીરેન્દ્ર સેહવાગ, મુનાફ પટેલ જેવા દિગ્ગજો રમ્યા હતા. બ્રાયન લારા, સનથ જયસૂર્યા, તિલકરત્ને દિલશાન, કેવિન પીટરસન અને જોન્ટી રોડ્સ જેવા પૂર્વ ખેલાડીઓ પણ રમ્યા હતા. હવે આ ખેલાડીઓને પણ ટેસ્ટ કરાવવાની જરૂર છે.
First published:

Tags: COVID-19, Home quarantine, Yusuf pathan, સચિન તેંડુલકર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો