Home /News /sport /પાકિસ્તાન સામે વર્લ્ડકપ ફાઈનલમાં જ ધોનીએ ગુજરાતી ક્રિકેટરને આપી તક, ઓપનરના પગ જ ચાલતા નહોતા
પાકિસ્તાન સામે વર્લ્ડકપ ફાઈનલમાં જ ધોનીએ ગુજરાતી ક્રિકેટરને આપી તક, ઓપનરના પગ જ ચાલતા નહોતા
t20 worldcup india
IND VS PAK: ICC T20 WORLD CUP 2007નું આયોજન સાઉથ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ પાકિસ્તાનની ટીમ પર ભારે પડી ગઈ હતી. ભારતે ફાઈનલ મેચમાં પાકિસ્તાનન હરાવ્યું હતું અને ચેમ્પિયન બન્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ મેચ રમવામાં આવે છે, ત્યારે આ મેચ ખેલાડીઓ માટે યાદગાર બની જાય છે. ભારતીય ટીમના એક ખેલાડીએ પાકિસ્તાન સામે વર્લ્ડ કપ ફાઈનલમાં T20 કરિઅરની શરૂઆત કરી હતી. વર્ષ 2007માં ભારત અને પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ ફાઈનલમાં આમને સામને હતી. ભારતીય ટીમના ઓપનર વિરેન્દ્ર સેહવાગ ઈજાગ્રસ્ત થતા મેચમાંથી બહાર થઈ ગયા હતા અને તેમની જગ્યાએ મહેન્દ્રસિંહ ધોનીએ નવા ખેલાડીને મોકો આપ્યો હતો.
ICC T20 વર્લ્ડ કપ 2007નું આયોજન સાઉથ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ પાકિસ્તાનની ટીમ પર ભારે પડી ગઈ હતી. ભારતે ફાઈનલ મેચમાં પાકિસ્તાનન હરાવ્યું હતું અને ચેમ્પિયન બન્યું હતું. આ ફાઈનલ મેચ યુસુફ પઠાણ માટે યાદગાર રહી હતી. T20 ફોર્મેટમાં યુસુફ પઠાણે ડેબ્યુ કર્યું હતું અને ઈનિંગની શરૂઆત પણ કરી હતી. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેમણે સિક્સર ફટકારીને ઇનિંગની શરૂઆત કરી હતી. તેને બોલિંગ કરવાની તક મળી, જેમાં તેમણે 5 રન આપ્યા હતા.
ડેબ્યુ સમયે પગ નહોતા ચાલતા
ઈરફાન પઠાનના મોટા ભાઈ યુસુફ પઠાણે ડેબ્યુનો કિસ્સો કહ્યો હતો. પાકિસ્તાનની ટીમમાં યુસુફ પઠાણને શામેલ કરવામાં આવ્યો તે કોઈ સરપ્રાઈઝ નહોતી. યુસુફ પઠાણને શામેલ કરવામાં આવ્યા તે તેમના મોટા ભાઈ માટે સરપ્રાઈઝ હતી. યુસુફ પઠાણ જીમમાં સવારે 11 વાગ્યે 3-4 કિલોમીટર ભાગીને આવ્યા હતા. સાંજે ભાઈ મારી પાસે દોડીને આવ્યા અને મને કહ્યું કે હું પણ મેચ રમવાનો છું. મેં કહ્યું આ તો ખૂબ જ સારી વાત છે. બંને ભાઈ ફાઈનલમાં પાકિસ્તાન સામે રમીશું અને ભારતીય ટીમને જીતાડીશું.
મેં કહ્યું ભાઈ એક વાત કહું, મારા પગ નથી ચાલી રહ્યા. કંઈપણ કરો પણ મારા પગ સાજા કરો. મેં તેમના પગની માલિશ કરી અને તેમના પગ ચાલવા લાયક બનાવ્યા. સૌથી સારી વાત એ છે કે, યુસુફ પઠાણ મેદાન પર ઉતર્યા અને મોહમ્મદ આસિફના બોલ પર છગ્ગો ફટકાર્યો. તે સમયે તેઓ સૌથી સારા બોલર હતા.
" isDesktop="true" id="1353002" >
વર્ષ 2011માં યુસુફ પઠાણે દક્ષિણ આફ્રિકા સામે ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત હતી, પરંતુ યુસુફ પઠાણે પોતાની સદીના આધારે ટીમની લાજ બચાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર