યો-યો ટેસ્ટને લઈને ઉભા થયા પ્રશ્નો: BCCI અને CoA વચ્ચે થઈ શકે છે ટક્કર

News18 Gujarati
Updated: June 24, 2018, 10:51 PM IST
યો-યો ટેસ્ટને લઈને ઉભા થયા પ્રશ્નો: BCCI અને CoA વચ્ચે થઈ શકે છે ટક્કર

  • Share this:
ભારતીય ટીમ મેનેજમેન્ટ યો-યો ટેસ્ટને ફિટનેસનું માપદંડ માનીને ચાલી રહ્યું છે પરંતુ અંબાતી રાયડૂને આ કારણે ટીમમાંથી બહાર કરવાની બાબત સીઓએ પ્રમુખ વિનોદ રાયના મગજમાં છે અને તેઓ બીસીસીઆઈને પૂછી શકે છે કે, રાષ્ટ્રીય ટીમમાં પસંદગી માટે આ ફિટનેસનો એકમાત્ર માપદંડ કેમ છે. રાયડૂએ આઈપીએલમાં 602 રન બનાવ્યા પરંતુ યો-યો ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હોવાના કારણે તેને ભારતીય ટીમથી બહાર કરી દેવામાં આવ્યો. ત્યાર બાદ ટેસ્ટને લઈને પ્રશ્નો અને ચર્ચા ઉભી થઈ ગઈ.

સીઓએના નજીકના બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, "હાં, સીઓએ હાલની ચર્ચાઓ વિશેની જાણકારી રાખે છે. તેમને અત્યાર સુધી હસ્તક્ષેપ કર્યો નથી કેમ કે, તે ટેકનિકલ મામલો છે પરંતુ તેમની યોજના ક્રિકેટ સંચાલનના પ્રમુખ સબા કરીમ પાસેથી બધી જ જાણકારી લેવાની છે. " તેમને કહ્યું, રાયને રાયડૂ અને સંજૂ સેમસન કેસની ખબર છે. આના પર હજું કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ તેઓ એનસીએ ટ્રેનરોને આ ખાસ ટેસ્ટ વિશે વિસ્તૃત જાણકારી આપવા માટે કહી શકે છે.

બીસીસીઆઈ ખજાનચી અનિરુદ્ધ ચૌધરીએ પણ સીઓએને છ પેજનો પત્ર લખ્યો છે, જેમાં તેમને પૂછ્યું છે કે, યો-યો ટેસ્ટ ક્યારે અને કેવી રીતે પસંદગી માટે એકમાત્ર ફિટનેસ માનદંડ બની ગયો.

પસંદગીનો મુખ્ય આધાર છે યો-યો ટેસ્ટ

ભારતીય ક્રિકેટ ટીમમાં એન્ટ્રી કરવા માટે વર્તમાનમાં જો કોઈ ક્રાઈટેરિયા છે, તો તેમાં યો-યો ટેસ્ટ મુખ્ય છે. જો તમે યો-યો ટેસ્ટ ક્લિયર નથી કરી શકતા તો ટીમ ઈન્ડિયાથી દૂર થઈ જશો. હાલમાં જ એવા ખેલાડીઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેઓ 16.1 પોઈન્ટ પૂરા કરી શક્યા નહતા. આ ખેલાડીઓને અનફિટ જાહેર કરી દેવામાં આવે છે, એટલે કે તેમની ટીમમાં પસંદગી થઈ શકતી નથી. ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે, જો કોઈ વિચારી રહ્યું છે કે, તે યો-યો ટેસ્ટ વગર ટીમમાં સામેલ થશે તો તે ખોટું વિચારી રહ્યો છે.

કેટલાક પૂર્વ ખેલાડી આ માપદંડ સાથે નથી સહેમતજોકે, ઘણા પૂર્વ ક્રિકેટર અને કેટલાક પસંદગીકર્તા પણ આ માપદંડથી સહેમત નથી. તેમનું માનવું છે કે, પસંદગી માટે ફિટનેસ ટેસ્ટ જ એકમાત્ર જરૂરી નથી. જોકે ટીમ મેનેજમેન્ટ આ વાત પર ધ્યાન આપી રહ્યું નથી કે પૂર્વ ક્રિકેટર શું વિચારી રહ્યાં છે, પરંતુ યો-યો ટેસ્ટની શોધ કરનાર પણ આવી જ સલાહ આપે છે.

યો-યો ટેસ્ટના જન્મદાતા ડો. જેને બેંગ્સબો સાકર ફિજિયોલોજિસ્ટ છે. તેઓ જ યો-યો ટેસ્ટ પાછળ છે. તેમને 1991માં આને ફૂટબોલમાં લાગૂં કર્યો હતો. આના પાછળનું કારણ છે બધી જ રમતોમાં ફિટનેસના મહત્વને સાબિત કરવું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું આ ટેસ્ટ એથલીટ્સનું મેદાન પર પ્રદર્શનને સાબિત કરનાર છે તો તેમનો જવાબ હતો કે, એકદમ સ્પષ્ટ છે કે, ખેલાડીની પસંદગી એકમાત્ર આ ટેસ્ટના આધારે થઈ શકતી નથી. તેમને કહ્યું, આ ટેસ્ટનો જન્મ 1991માં થયો જ્યારે મને લાગ્યું કે, રમતોમાં ફિટનેસ કેટલી જરૂરી છે. તેમને કહ્યું કે, આ બિલકૂલ સ્પષ્ટ છે કે, આ ટેસ્ટને ટેમ્પર ન કરી શકાય. તેમને વધુ જણાવતા કહ્યું, આ ટેસ્ટમાં ખેલાડીઓના પ્રદર્શનને દૂરથી આંકવામાં આવી શકે છે. આ માત્ર ફિટનેસ બાબતે બેસ્ટ છે.
First published: June 24, 2018, 10:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading