પાક પ્લેયર યૂનિસ ખાનની 'ડ્રીમ ટીમ'માં એક ભારતીય ખેલાડી

News18 Gujarati
Updated: March 30, 2018, 5:38 PM IST
પાક પ્લેયર યૂનિસ ખાનની 'ડ્રીમ ટીમ'માં એક ભારતીય ખેલાડી

  • Share this:
નવી દિલ્હી : પાકિસ્તાનની વધુ એક ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે 34 સેન્ચ્યુરી લગાવનાર દિગ્ગજ બેટ્સમેન યૂનિસખાને પોતાની ડ્રીમ ટીમમાં એક ભારતીય ખેલાડીને પણ જગ્યા આપી છે. પાકિસ્તાન માટે 118 ટેસ્ટ રમીને સૌથી વધારે 10,099 રન બનાવનાર યૂનિસ ખાને પાછલા દિવસોમાં પોતાની ડ્રીમ ટીમની યાદી જાહેર કરી હતી. લોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડે આને પોતાના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો.

યૂનિસે ઓલ ટાઈમ ઈલેવન માટે હનીફ મોહમ્મદ અને સચિન તેંડૂલકરને ઓપનરના રૂપમાં રાખ્યા છે. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાના જેક કાલિસનું નામ છે. મીડલ ઓર્ડરમાં વેસ્ટઈન્ડિઝના બ્રાયન લારા, સર વિવિયન રિચર્ડસન અને સર ગારફિલ્ડ સોબર્સને પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટને વિકેટકિપરના રૂપમાં જગ્યા આપી છે. પોતાની ડ્રીમ ટીમના કેપ્ટનની જવાબદારી ઈમરાનખાનને આપી છે. ફાસ્ટ બોલરની જવાબદારી ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સર રિચર્ડ હેડલી, ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રાને આપી છે. જ્યારે સ્પિનરના રૂપમાં એકમાત્ર શ્રીલંકાના મુથૈયા મુરલીધરનને જગ્યા આપી છે.ભારતીય ખેલાડીઓ અને પાકિસ્તાની ખેલાડીઓ એકબીજા માટે દિલમાં સોફ્ટ કોર્નર રાખે છે. આ પહેલા પણ શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનમાં ચાલતી પીસીએલમાં ભારતીય ખેલાડીઓને રમાડવાની વાત કરી હતી. તેને કહ્યું હતું કે, મને ખબર છે કે, ભારતીય ખેલાડીઓ તેમના વ્યસ્ત શિડ્યુલના કારણે તે રમવા આવી શકે તેમ નથી પરંતુ તેમને આપણે પીસીએલમાં રમવા માટે આમંત્રણ આપવું જ જોઈએ. આમ બંને દેશના ખેલાડીઓ એકબીજા સાથે ખેલ ભાવના દર્શાવતા આવ્યા છે.
First published: March 30, 2018, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading