Home /News /sport /

Test cricket: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનાર પાંચ ક્રિકેટર, જાણો સચિનનું ડેબ્યૂ ક્યારે થયું હતું

Test cricket: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનાર પાંચ ક્રિકેટર, જાણો સચિનનું ડેબ્યૂ ક્યારે થયું હતું

Youngest cricketers Test debut : સચિન સહિતના આ ખેલાડીઓએ નાની ઉંમરે જ ટેસ્ટમાં કર્યુ હતું ડેબ્યૂ

કેટલાક ક્રિકેટરો એવા છે જે નાની ઉંમરથી જ પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે અને સારું પ્રદર્શન પણ કરે છે. અહીંયા 5 એવા ક્રિકેટર વિશેની જાણકારી આપવામાં આવી છે, જેમણે ખૂબ જ નાની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં (Five Youngest Cricketers To debut in Test) ડેબ્યૂ કર્યું છે.

વધુ જુઓ ...
    Youngest cricketers Debut in Test : ક્રિકેટના અન્ય ફોર્મેટ કરતા ટેસ્ટ ક્રિકેટનું (Test Cricket)  સૌથી વધુ મહત્વ છે. તમામ ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં સારું કરિઅર (Test career) બનાવી શકતા નથી. કેટલાક ક્રિકેટરો એવા છે જે નાની ઉંમરથી જ પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે અને સારું પ્રદર્શન પણ કરે છે. અહીંયા 5 એવા ક્રિકેટર વિશેની જાણકારી આપવામાં આવી છે, જેમણે ખૂબ જ નાની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં (Five Youngest Cricketers To debut in Test) ડેબ્યૂ કર્યું છે. આ યાદીમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનું નામ પણ શામેલ છે

    હસન રઝા (Hasan Raza)  : ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનારના લિસ્ટમાં હસન રઝા પહેલા નંબર પર છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે માત્ર 14 વર્ષ અને 227 દિવસની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. હસન રઝાએ 24 ઓક્ટોબર 1996ના રોજ ફૈસાલાબાદમાં ઝિમ્બાબ્વે સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. ખૂબ જ ઓછા સમયમાં તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવાયો હતો. વર્ષ 2005 માં ઈંગ્લેન્ડ સામે તેણે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિઅરમાં કુલ 7 ટેસ્ટ મેચ રમી છે અને 26.11ની એવરેજથી 235 રન બનાવ્યા છે.

    મુશ્તાક મોહમ્મદ (Mushtaq Mohammad)

    ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનારના લિસ્ટમાં મુશ્તાક મોહમ્મદ બીજા નંબર પર છે. મુશ્તાક મોહમ્મદે 15 વર્ષ 124 દિવસની ઉંમરે ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. મુશ્તાક મોહમ્મદનો જન્મ ગુજરાતના જૂનાગઢમાં થયો હતો. આઝાદી બાદ મુશ્તાકનો પરિવાર ભારત છોડીને પાકિસ્તાન જતો રહ્યો હતો. વર્ષ 1959માં મુશ્તાકે પાકિસ્તાન ટીમ તરફથી લાહોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે કુલ 57 ટેસ્ટ મેચ રમી છે અને 3,643 રન કર્યા છે જેમાં, 10 સદી અને 19 અડધી સદી શામેલ છે.

    આ પણ વાંચો :  IND vs NZ: અક્ષર પટેલે ચોથી ટેસ્ટમાં પાંચમીવાર 5 વિકેટ લીધી, છતાં કરી 'ભૂલ,' વસિમ જાફરે મજાક

    મોહમ્મદ શરીફ (Mohammad Sharif)

    બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ શરીફ ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર ત્રીજા નંબરના સૌથી યુવા ક્રિકેટર છે. મોહમ્મદ શરીફે માત્ર 15 વર્ષ અને 128 દિવસની ઉંમરે પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. મોહમ્મદ શરીફ ખૂબ જ શાનદાર રિવર્સ સ્વિંગ બોલિંગનું ટેલેન્ટ ધરાવે છે. મોહમ્મદ શરીફે ટેસ્ટ ડેબ્યૂ મેચમાં ચાર વિકેટ લીધી હતી. તેમણે તેમના ટેસ્ટ કરિઅરમાં કુલ 10 ટેસ્ટ મેચ રમી છે.

    આ પણ વાંચો :  વિવિધ ફોર્મેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી કરનારા 6 ખેલાડીઓ, વિરાટ કોહલી પણ છે શામેલ

    આકિબ જાવેદ (Aaqib Javed)

    ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનારના લિસ્ટમાં આકિબ જાવેદ ચોથા નંબર પર છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર, આકિબ જાવેદે માત્ર 16 વર્ષ અને 189 દિવસ ની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 10 ફેબ્રુઆરી 1989ના રોજ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. માત્ર 12 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ મેચ રમવાની શરૂ કરી હતી. પાકિસ્તાનના આ ફાસ્ટ બોલરે લાંબા સમય સુધી બંને ફોર્મેટમાં પાકિસ્તાન ટીમનું નેતૃત્વ કર્યું હતું. આકિબ જાવેદે પાકિસ્તાન માટે કુલ 22 ટેસ્ટ મેચ રમી છે અને 54 વિકેટ લીધી છે.

    સચીન તેંડુલકર (Sachin Tendulkar)

    સૌથી નાની ઉંમરે ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાના લિસ્ટમાં સચીન તેંડુલકરનું નામ પાંચમાં સ્થાન પર છે. માસ્ટબ્લાસ્ટર તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું તે સમયે તેમની ઉંમર 16 વર્ષ અને 205 દિવસ હતી. કરાચીમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચથી સચીને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. સચીને ભારત માટે કુલ 200 ટેસ્ટ મેચ રમીને કુલ 15,921 રન કર્યા છે અને 51 સદી ફટકારી છે.
    First published:

    Tags: Cricket News in Gujarati, Sachin tendulkar career

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन