Home /News /sport /શુભમન ગિલે નાની ઉંમરે તોડ્યો ગૌતમ ગંભીરનો રેકોર્ડ, ફટકારી બેવડી સદી

શુભમન ગિલે નાની ઉંમરે તોડ્યો ગૌતમ ગંભીરનો રેકોર્ડ, ફટકારી બેવડી સદી

શુભમન ગિલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બન્યો, ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડ્યો

શુભમન ગિલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બન્યો, ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડ્યો

ક્રિકેટ એક અનિશ્ચિતાની રમત છે, આ રમતમાં અનેક રેકોર્ડ બને છે અને અનેક રેકોર્ડ તૂટે પણ છે. ખાસ કરીને ભારતીય ક્રિકેટરો રેકોર્ડ બનાવવા અને તોડવા માટે ખાસ જાણીતા છે. તો આવનારી પેઢીના ક્રિકેટરો પણ પોતાની આવડતને કારણે ધીરે ધીરે રોકોર્ડ તોડી રહ્યાં છે, આવું જ કાંઇક કર્યું છે યંગસ્ટર શુભમન ગિલે.

પ્રથમ દાવમાં ગોલ્ડન ડક મેળવનાર ગિલ બીજા દાવમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બન્યો હતો. 19 વર્ષીય & 334 દિવસ ગિલે ગંભીરનો રેકોર્ડ તોડ્યો છે. ગંભીરે 20 વર્ષ અને 124 દિવસની વયે બોર્ડ પ્રેસિડેન્ટ 11 તરફથી રમતા ઝિમ્બાબ્વે વિરુદ્ધ 2002માં 218 રન કર્યા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ મોટો નિર્ણય : NADAના દાયરામાં આવવા બીસીસીઆઈ થયું તૈયાર

શુભમન ગિલની બેવડી સદી અને કેપ્ટન હનુમા વિહારીની સદી થકી ઇન્ડિયા-A વેસ્ટ ઇન્ડિઝ સામે બ્રાયન લારા ક્રિકેટ એકેડમી, ત્રિનિદાદ ખાતે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.

બીજા દાવમાં 50 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી ગિલ અને વિહારીએ 5મી વિકેટ માટે 315 રનની ભાગીદારી કરી હતી. ગિલે 250 બોલમાં 19 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 204* રન કર્યા હતા. તે ઇન્ડિયા-A માટે વિદેશમાં બેવડી સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બન્યો છે. વિહારીએ પણ જવાબદારીપૂર્વક બેટિંગ કરતા 219 બોલમાં 10 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 118 રન કર્યા હતા. 365 રનના સ્કોરે ઇનિંગ્સ ડિક્લેર કરીને વિન્ડીઝ-A ને 373 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેમણે દિવસના અંતે 15 ઓવરમાં વિંના વિકેટ ગુમાવી 37 રન કર્યા હતા. તેમના છેલ્લા દિવસે મેચ જીતવા 336 રન અને ઇન્ડિયા-Aને 10 વિકેટની જરુરુ છે.

ઇન્ડિયા A માટે A ટેસ્ટમાં વિદેશમાં સદી ફટકારનાર બેટ્સમેન

260 ધીરજ જાધવ vs કેન્યા (નાઇરોબી) 2004
219* નમન ઓઝા vs ઓસ્ટ્રેલિયા-A (બ્રિસ્બેન) 2014
208 ચેતેશ્વર પુજારા vs વેસ્ટ ઇન્ડિઝ A (કર્યોડો) 2010
204* શુભમન ગિલ vs વેસ્ટ ઇન્ડિઝ A (ત્રિનિદાદ) 2019
200* વેણુગોપાલ રાવ vs કેન્યા (નાઇરોબી) 2004
First published:

Tags: Gautam Gambhir