કોલકાતામાં ઘટી દિલ ધ્રૂજાવી નાંખે તેવી ઘટના, સ્ટેડિયમમાં પડી વિજળી અને પછી...

News18 Gujarati
Updated: June 11, 2018, 1:23 PM IST
કોલકાતામાં ઘટી દિલ ધ્રૂજાવી નાંખે તેવી ઘટના, સ્ટેડિયમમાં પડી વિજળી અને પછી...

  • Share this:
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વિજળી પડવાથી 21 વર્ષના એક યુવા ક્રિકેટરની મોત થઈ ગઈ. રવિવારે ઘટેલી આ ઘટનાએ બધાને દુ:ખમાં નાંખી દીધા છે. સમાચારો અનુસાર ઓલરાઉન્ડર દેબબ્રત પાલ મેદાન પર પ્રેક્ટિસ શરૂ કરવાનો હતો ત્યારે વિજળી પડી અને તે બેભાન થઈ ગયો.

દેબબ્રત પાલ પાછલા મહિને જ કોલકાતા ક્રિકેટ એકેડમી સાથે જોડાયો હતો. ક્લબના સચિન અબ્દુલ મસૂદે આઈએએનએસે કહ્યું કે, અમે અમારી પ્રેક્ટિસ શરૂ કરવાના જ હતા કે, ત્યારે વિજળી પડવાની શરૂ થઈ ગઈ. તેમને જણાવ્યું કે, તે અચાનક જમીન પર પડી ગયો અમે તેની નજીક પહોંચ્યા અને તેને હોશમાં લાવવાની કોશશ કરી. પરંતુ તે હોશમાં ન આવ્યા બાદ તેને રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરી દીધા હતા.

પહેલા પણ ઘટી છે આવી ઘટના

આવું પ્રથમ વખત બન્યું હોય તેવું પણ નથી કે પ્રથમ વખત વિજળી પડી હોય. આનાથી પહેલા ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2003માં 31 વર્શના ખેલાડીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આ ક્રિકેટર આર્ટી સ્મિથ ઓવલ મેદાન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પિચ પર વિજળી પડી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તે ખેલાડીની મોત થઈ ગઈ.

ચોમાસામાં વિજળી ચમકી રહી હોય ત્યારે રાખો કેટલીક સાવચેતી

જ્યારે આકાશમાં વિજળી ચમકી રહી હોય ત્યારે કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે. આકાશમાં જ્યારે કડાકાબંધ વિજળી ચમકી રહી હોય ત્યારે કોઈ ઝાડ નીચે ઉભા રહેવું જોઈએ નહી. આ દરમિયાન મેટલ અથવા કોઈ મજબૂત છત નીચે આસરો લેવો જોઈએ. વિજળી ચમકી રહી હોય તે વખતે તળાવ કે સ્વિમિંગ પૂલમાં રહેવું નહી.
First published: June 11, 2018, 1:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading