IND vs ENG U19 WC Final: અંગ્રેજોને ઘૂંટણિયે પડવા મજબૂર કરનાર રાજ બાવા કોણ છે?
IND vs ENG U19 WC Final: અંગ્રેજોને ઘૂંટણિયે પડવા મજબૂર કરનાર રાજ બાવા કોણ છે?
રાજ બાવાએ અત્યાર સુધી ચાલી રહેલા અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
IND vs ENG U19 WC Final: યુવા ઓલરાઉન્ડર રાજ બાવા (Raj Bawa)એ અત્યાર સુધી અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ મેચમાં તેણે દક્ષિણ આફ્રિકા સામે 47 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
ઓલરાઉન્ડર રાજ બાવા (Raj Bawa)ને ક્રિકેટની રમત વારસામાં મળી છે. જ્યારે દાદા ત્રલોચન બાવા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમના સભ્ય હતા, પિતા સુખવિંદરે હોકી અને ક્રિકેટ (Cricket)માં હાથ અજમાવ્યો હતો. જોકે ઈજાના કારણે પિતાએ જલ્દી જ ક્રિકેટને અલવિદા કહેવું પડ્યું અને તેઓ 22 વર્ષની ઉંમરે ક્રિકેટ કોચ બન્યા હતા.
રાજ બાવા અંડર-19 વર્લ્ડ કપ (India vs England)માં સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. 19 વર્ષીય રાજ બાવાએ અંડર-19 વર્લ્ડ કપ (Under 19 World Cup)ની ફાઇનલમાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સને અહેસનહેસ કરી નાંખી હતી. આ દરમિયાન બાવા હેટ્રિક ચૂકી ગયો હતો. તેણે ઈંગ્લેન્ડની ઈનિંગની 13મી ઓવરના પાંચમા અને છઠ્ઠા બોલ પર સતત વિકેટ લીધી હતી. પહેલા લૅક્સટનને વિકેટકીપર દિનેશ બાનાના હાથે કેચ આઉટ થયો હતો ત્યારપછી બીજા જ બોલ પર જ્યોર્જ બેલને પેવેલિયન મોકલ્યો હતો. બેલ ખાતું પણ ખોલી શક્યું નહોતો.
આ પહેલા 11મી ઓવરના પહેલા બોલ પર જ્યોર્જ થોમસને કેપ્ટન યશ ધુલના હાથે કેચ આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. બાવા અહીં જ ન અટક્યો તેણે 17મી ઓવરના બીજા બોલે રેહાન અહેમદને આઉટ કરીને પોતાની 'ચાર' વિકેટ પૂરી કરી હતી.
દક્ષિણ આફ્રિકા સામે 4 વિકેટ
રાજ બાવાએ પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 4 વિકેટ ઝડપી હતી. આયર્લેન્ડ સામેની બીજી મેચમાં તેના બેટમાંથી 42 રન આવ્યા હતા, જ્યારે યૂગાંડા સામે આ સ્ટાર ખેલાડીએ 108 બોલમાં 162 રનની આક્રામક ઇનિંગ રમી હતી. આ દરમિયાન 14 ચોગ્ગા અને 8 સિક્સર સામેલ હતી.
બાવાએ યુગાન્ડા સામે તેની 162 રનની ઇનિંગ વડે ડાબા હાથના ઓપનર શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો હતો. તે અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતનો સૌથી વધુ સ્કોરર પણ બની ગયો છે. ટીમ ઈન્ડિયામાં 'ગબ્બર'ના નામથી ફેમસ ધવને 2004 વર્લ્ડ કપમાં ઢાકામાં સ્કોટલેન્ડ સામે 155 રનની ઈનિંગ રમી હતી.
યુવરાજ સિંહ છે રોલ મોડલ
જમણા હાથનો ઝડપી બોલર રાજ બાવા ડાબા હાથે બેટિંગ કરે છે. રાજ બાવાના રોલ મોડલ અનુભવી ઓલરાઉન્ડર યુવરાજ સિંહ છે. યુવરાજની જેમ રાજ પણ 132 નંબરની જર્સી પહેરે છે. યુવરાજ સિંહે આ ઉભરતા ઓલરાઉન્ડરના પિતાની દેખરેખમાં તાલીમ લીધી છે. ક્રિકેટ સિવાય રાજ બાવા ડાન્સ અને થિયેટરનો શોખીન છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર