કોચ રવિશાસ્ત્રીએ બોલ્યા, યો-યો ટેસ્ટ પાસ કરો અને રમો ટીમ ઈન્ડિયા માટે

News18 Gujarati
Updated: June 23, 2018, 5:56 PM IST
કોચ રવિશાસ્ત્રીએ બોલ્યા, યો-યો ટેસ્ટ પાસ કરો અને રમો ટીમ ઈન્ડિયા માટે
(Photo: AP)

  • Share this:
પૂર્વ મુખ્ય પંસદગીકર્તા સંદીપ પાટીલ ભલે ભારતીય ટીમમાં જગ્યા બનાવવા માટે યો-યો ટેસ્ટને બેન્ચમાર્કની ભલે ટીકા કરી રહ્યો હોય પરંતુ કોચ રવિશાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનું પક્ષ સ્પષ્ટ કરતાં કહ્યું- "તમે ટેસ્ટ પાસ કરો અને ભારત માટે રમો"

શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું કે, યો-યો ટેસ્ટ યથાવત રહેશે અને કોહલીએ પણ કહ્યું કે, આને ભાવૂક થવાની જગ્યાએ કડડ નિર્ણયના રૂપમાં જોવામાં આવે જેનાથી ટીમમાં ફાયદો મળશે.

હાલમાં આઈપીએલના ટોપ સ્કોરરમાં સામેલ અંબાતી રાયડૂ 16.1 પોઈન્ટ લાવી શક્યો નહતો, જોકે તેને આઈપીએલમાં 600થી વધારે રન ફટકાર્યા હતા. આનાથી પૂર્વ પસંદગી કમિટીના અધ્યક્ષ પાટિલે આના પર નીતિગત નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.

જ્યારે શાસ્ત્રીને ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જવા માટે રવાના થયા તેનાથી પહેલા પોતાના જવાબમાં બિલકૂલ સ્પષ્ટ હતા. શાસ્ત્રીએ કહ્યું, તમારા અંદર કંઈક નિશ્ચિત ક્ષમતા છે પરંતુ જો તમે ફિટ છો તો તમે તેમા નિખાર લાવી શકો છો. તેથી અમે યો-યો ટેસ્ટ પર જોર આપી રહ્યાં છીએ. જો કોઈને લાગી રહ્યું છે કે, તેઓ આને લઈને વધારે ગંભીર નથી તો તેમની ભૂલ છે, તેઓ જઈ શકે છે.

સાથે જ કોહલીએ પણ ઉદાહરણ આપતા કહ્યું કે, યો-યો ટેસ્ટ જસપ્રીત બુમરાહ જેવા ફાસ્ટ બોલરના દમખમ અને સહનશક્તિને દર્શાવવાનો પુરાવો છે. કોહલીએ કહ્યું, જસપ્રીત બુમરાહ પોતાની અંતિમ સ્પેલમાં 144 કિમીના પ્રતિ કલાકની સ્પીડથી બોલિંગ કરી રહ્યો હતો, આમ આજ ફિટનેસની અસલી પરીક્ષા છે. જ્યારે તમારી પાસે એવા લોકો હોય છે કે, જેઓ ફિટ છે, સારા પ્રદર્શનથી ભૂખ્યા છે અને તૈયાર છે તો તમે પ્રતિસ્પર્ધા સાથે-સાથે મેચમાં જીત મેળવો છો.
First published: June 23, 2018, 5:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading