Home /News /sport /Ind vs Pak: ટીવી પર આજની રોમાંચક મેચ જોઇ હશે પરંતુ શું તમે રોહિત શર્માની આ મોટી ભૂલ જોઇ
Ind vs Pak: ટીવી પર આજની રોમાંચક મેચ જોઇ હશે પરંતુ શું તમે રોહિત શર્માની આ મોટી ભૂલ જોઇ
આજની મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. (Pic: BCCI)
T20 World Cup 2022: આજની મેચમાં રોહિત શર્માએ એવો નિર્ણય લીધો હતો. જેના કારણે ભારતીય ટીમ સામે પાકિસ્તાનના બોલરોને ફાયદો થયો હતો. ખરેખરમાં રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ડાબોડી બેટ્સમેનોને તક આપી ન હતી
મેલબોર્ન: વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેને નંબર-1 બેટ્સમેન કેમ કહેવામાં આવે છે. ટી-20 વર્લ્ડ કપ 2022 ની તેમની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને રોમાંચક મેચમાં 4 વિકેટથી હરાવી દીધુ છે. 160 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 31 રનમાં 4 મોટી વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કોહલી અને હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીતની ઉંબરે પહોંચાડી હતી. આ સાથે ટીમે ગયા વર્ષે વર્લ્ડ કપમાં 10 વિકેટ ગુમાવ્યાનો બદલો પણ લઈ લીધો છે.
જોકે આજની મેચમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરનાર કેપ્ટન રોહિત શર્માએ એક મોટી ભૂલ કરી હતી. જે ભૂલ ટી-20 ક્રિકેટમાં ખુબ જ ઓછી જોવા મળે છે. આજની મેચમાં છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી ભારત અને પાકિસ્તાનનાં પ્રશંસકોના શ્વાસ અટકી ગયા હતા પરંતુ મેચ દરમિયાન કોઇનું ધ્યાન રોહિત શર્માની એક ભૂલ પર ગયુ નહીં. આજની આખી મેચ જોયા બાદ પણ રોહિત શર્માની એક ભૂલ ફેન્સ પકડી શક્યા નથી જે અમે તમને જણાવીશું...
આજની મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, રોહિત શર્મા અને કેએલ રાહુલ નિષ્ફળ સાબિત થયા હતા. પરંતુ વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યા સાથે મળી કમાલ કરી બતાવ્યો અને અંતે ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે જીત મેળવી હતી. પરંતુ આજની મેચમાં રોહિત શર્માએ એવો નિર્ણય લીધો હતો. જેના કારણે ભારતીય ટીમ સામે પાકિસ્તાનના બોલરોને ફાયદો થયો હતો. ખરેખરમાં રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ડાબોડી બેટ્સમેનોને તક આપી ન હતી જેના કારણે પાકિસ્તાની બોલરોને બોલિંગ કરવામાં ફાયદો થયો હતો.
જો ઓપનિંગ જોડીની વાત કરીએ તો ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ચાર બેટ્સમેન સાતમી ઓવરમાં 31 રનના સ્કોર પર આઉટ થઇ ગયા હતા. કેએલ રાહુલ અને રોહિત શર્મા અનુક્રમે ચાર રન બનાવીને નસીમ શાહ અને રઉફનો શિકાર બન્યા હતા. જોકે આ દરમિયાન રોહિત શર્માએ ડાબોડી બેટ્સમેનને ટીમ ઇન્ડિયામાં તક આપી હોત તો પાકિસ્તાનના બોલરો દબાણમાં આવી શક્તા હતા. કારણ કે જ્યારે કોઇ બોલર ઓવર નાંખે છે ત્યારે તેને ડાબોડી બેટ્સમેન અને જમણા હાથના બેટ્લમેન સામે બોલિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બંને બેટ્સમેન જો અલગ અલગ હાથથી રમતા હોય ત્યારે બોલરને વારંવાર પોતાનો સ્પેલ બલદવો પડે છે અને તે પોતાની લયમાં રહી શક્તો નથી. આજની મેચમાં અક્ષર પટેલ ડાબા હાથે ક્રિકેટ રમે છે પરંતુ તે થોડીક જ ક્ષણોમાં આઉટ થઇ ગયો હતો. જોકે આજની મેચમાં ભારતની ભવ્ય જીત થતા ભારત આખામાં એક દિવસ અગાઉ દિવાળીની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર