IPLમાં 15 ક્રિકેટર થઈ ચૂક્યા છે 'ડાયમંડ ડક'ના શિકાર, જાણો શું છે આ

  • Share this:
    આઈપીએલ-11માં જો બેટ્સમેન વગર બોલ રમે આઉટ થઈ જાય તો તેને પણ રેકોર્ડ જ માનવામાં આવે છે. વિશ્વાસ ન હોય તો આ યૂનિક રેકોર્ડ વિશે જાણો. આઈપીએલમાં અત્યાર સુધી 15 ક્રિકેટર 'ડાયમંડ ડક'ના શિકાર થઈ ચૂક્યા છે. ડાયમંડ ડકનો મતલબ થાય છે- કોઈ જ બોલ રમ્યા વગર આઉટ થઈ જવું.

    આ સિઝનમાં આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના ધાકડ બેટ્સમેન અને દિલ્હીના ડેયરડેવિલ્સની તરફથી રમતા કોલિન મુનરોના નામ પર બની ગયો છે. મુનરો રાજસ્થાન વિરૂદ્ધ રમાયેલ પહેલી મેચોમાં ગૌથમની થ્રો પર રન આઉટ થઈ ગયો હતો. મુનરો ત્યારે એકપણ બોલ રમ્યો નહતો.

    2013 સિઝનમાં સૌથી વધારે સાત બેટ્સમેન ડાયમંડ ડકનો શિકાર બન્યા હતા. ચાર સિઝન એવી પણ નિકળી જેમાં એકપણ બેટ્સમેન બોલ રમ્યા વગર આઉટ થયો હોય. તે ઉપરાંત 2009ની સિઝનમાં એક, 2011 અને 2014માં એક-એક, 2012 અને 2017માં બે-બે ખેલાડીઓ ગોલ્ડન ડકનો શિકાર થયા છે.

    જણાવી દઈએ કે, આઈપીએલમાં અત્યાર સુધી કુલ 382 બેટ્સમેનો જીરો પર આઉટ થઈ ચૂક્યા છે. 2016ની સિઝનમાં સૌથી ઓછા 24 બેટ્સમેનો જીરો પર આઉટ થયા છે, જ્યારે 2013માં સૌથી વધારે 53 ખેલાડીઓ ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન ફર્યા હતા. વર્તમાન સિઝનમાં અત્યાર સુધી 12* ખેલાડી જીરો પર આઉટ થઈ ચૂક્યા છે.
    Published by:Mujahid Tunvar
    First published: