પૂજારાનું છલકાયું દર્દ, કહ્યું - કોઈ મારા જેવું બનવા માંગતું નથી, હું મનોરંજન માટે રમતો નથી

News18 Gujarati
Updated: March 16, 2020, 5:06 PM IST
પૂજારાનું છલકાયું દર્દ, કહ્યું - કોઈ મારા જેવું બનવા માંગતું નથી, હું મનોરંજન માટે રમતો નથી
ચેતેશ્વર પૂજારા

ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા હાલના દિવસોમાં પોતાની ધીમી બેટિંગને લઈને ચર્ચામાં છે

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ટીમ(Indian Team)નો ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara)હાલના દિવસોમાં પોતાની ધીમી બેટિંગને લઈને ચર્ચામાં છે. ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટ પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) ની પણ ધીરજ તુટી હતી અને તેણે સાર્વજનિક રુપથી પૂજારાની ધીમી બેટિંગ પર સવાલ ઉભા કર્યા હતા. તે મેચમાં પૂજારાએ પ્રથમ ઇનિંગ્સમાં 42 બોલમાં 11 અને બીજી ઇનિંગ્સમાં 81 બોલ પર 11 રન બનાવ્યા હતા. હવે આ મામલામાં પૂજારાનું દર્દ છલકાઇ આવ્યું છે.

પૂજારાની હાજરીમાં સૌરાષ્ટ્રને ટીમે બંગાળને હરાવી પ્રથમ વખત રણજી ટ્રોફી (Ranji Trophy)ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ મેચમાં પૂજારાએ ધીમી પણ મહત્વની ઇનિંગ્સ રમી હતી.

આ પણ વાંચો - શિખર ધવનની પુત્રીએ કપાવી નાખ્યા વાળ, બોયફ્રેન્ડનો માન્યો આભાર

ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં ચેતેશ્વર પૂજારાએ પોતાની બેટિંગ પર મહત્વપૂર્ણ વાતો કરી હતી. પૂજારાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે વર્તમાન સમયમાં કોઈ પણ તેમના જેવો બેટ્સમેન બનવા માંગતા નથી. આ સવાલ પર પૂજારાએ કહ્યું હતું કે જી હા, હું આ વાત સાથે સહમત છું પણ યુવા પેઢી મારી રમતને સમજે છે. ટેસ્ટ મેચ હવે ઓછી રમાઈ રહી છે. સિમિત ઓવર ફોર્મેટની મેચોની સંખ્યા વધી રહી છે તો યુવા પેઢી મારી બેટિંગ શૈલીને વધારે અપનાવતી નથી. એવું નથી કે હું ઝડપી શકી શકતો નથી. હું સિમિત ઓવરના ફોર્મેટમાં પણ રમી શકું છું. મોટા ભાગના લોકોએ મને સફેદ બોલથી રમતા ટીવી પર જોયો નથી.

ચેતેશ્વર પૂજારાએ કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા માટે બેટિંગ કરતા નથી. સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરનાર મોટાભાગના લોકો મારી રમત અને ટેસ્ટ ક્રિકેટ સમજતા નથી. કારણ કે તે વધારે વન-ડે અને ટી-20 ક્રિકેટ જોવે છે. કૃપા કરીને એ વાત સમજો કે મારો લક્ષ્યાંક કોઈનું મનોરંજન કરવાનો નથી પણ પોતાની ટીમ માટે મેચ જીતવાનો છે. તે ભારતીય ટીમ હોય કે સૌરાષ્ટ્રની. કોઈ દિવસ હું ઝડપી રમું છું તો કોઈ દિવસ ધીમું. હું ક્રિકેટ પ્રશંસકોનું સન્માન કરું છું. હું એવો ખેલાડી નથી જે સિક્સર ફટકારે છે. હું સોશિયલ મીડિયાને નજર અંદાજ કરવાનો પ્રયત્ન કરું છું. જ્યારે હું રમી રહ્યો હોવ છું ત્યારે સોશિયલ મીડિયા પર ધ્યાન આપતો નથી. હું મનોરંજન માટે બેટિંગ કરતો નથી.
First published: March 16, 2020
વધુ વાંચો
अगली ख़बर