ગૂગલ મેપમાં રસ્તો બતાવશે મારિયો, આવી રીતે કરો એક્ટિવ

Super Mario Run : 90ના દસકના બહુ ઓછા લોકો હશે જેને મારિયા નહીં રમી હોય. આ અનેક લોકોની ફેવરેટ ગેમ હતી. અને આજે પણ તમે તેને ફોન પર ડાઉનલોડ કરીને રમી શકો છો. ા ગેમને ફ્રી ડાઉનલોડ પણ કરી શકાય છે. અને તેને ખરીદવાથી તમને આ ગેમને અલગ મોડ્સ રમી શકો છો.

 • Share this:
  ગૂગલે 'મારિયો' ગેમ બનાવનાર કંપની નિનટેન્ડો 10 માર્ચને મારિયો ડે (MAR10) મનાવવા માટે કરાર કર્યો છે. પહેલા ગૂગલ મેપમાં નેવિગેશન દરમિયાન તીર ચાલતો નજરે પડતો હતો. હવે તીરની જગ્યાએ તમારા બાળપણનો સુપર હિરો મારિયો પોતાની કારમાં બેસીને ચાલતો નજરે પડે અને તમને રસ્તો બતાવશે. ગૂગલે આને ટ્રાઈ કરીને પોતાનો અનુભવ તેની સાથે ટ્વિટ પર શેર કરવાનું કહ્યું છે. તમે મારિયો મોડવાળા નેવિગેશન રૂટનો સ્ક્રિનશોટ લઈને ગૂગલ મેપ્સને ટ્વિટર #MarioMaps હેશટેગ સાથે ટ્વિટ કરી શકો છો.

  આવી રીતે એક્ટિવેટ: મારિયોને પોતાના સ્માર્ટફોનમાં એક્ટિવેટ કરવા માટે તમારે ગૂગલ મેપને અપડેટ કરવાનું રહેશે. આ એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરથી ગૂગલ મેપને અપડેટ કર્યા બાદ તમારૂ ડેસ્ટિનેશન નાંખવું પડશે. ત્યાર બાદ સ્ટાર્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ 'મારિયો મોડ' એક્ટિવેટ થઈ જશે અને પછી તમે નેવિગેશન સ્ટાર્ટ કરી શકો છો. આમ સ્ટાર્ટ કર્યા બાદ તીરની જગ્યાએ મારિયો તમને રસ્તો બતાવશે. મારિયો મોડ તમારા ગૂગલ મેપમાં 10 માર્ચથી એક્ટિવેટ છે અને એક વીક સુધી ચાલશે.

  શું છે મારિયો?: મારિયો વીડિયો ગેમનો એક કેરેક્ટર છે. મારિયો ગેમ બનાવનાર કંપનીનું નામ નિનટેન્ડો છે. આ ગેમના નામ પર સ્પેનમાં એક રસ્તો પણ છે. આ ગેમ 13 સપ્ટેમબર 1985ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ગેમને સૌથી પહેલા જાપાનમાં રિલિઝ કરવામાં આવી હતી. 90ના દશકમાં આ સૌથી પોપ્યુલર વીડિયો ગેમ હતી. દુનિયાભરમાં આની 31 કરોડથી વધારે ગેમ વેચાઈ હતી. બાળકોમાં વચ્ચે આ ગેમ પ્રત્યે ગજબનો ઉત્સાહ જોવા મળતો હતો અને મારિયો તેમનો હિરો ગણાતો હતો. બાળકો તેના લોંગ જમ્પ અને ફાઈટને જોઈને ખુબ જ ખુશ થતાં હતા.
  Published by:Mujahid Tunvar
  First published: