હરિયાણા સરકારે ખેલાડીઓની કમાણીમાંથી માંગ્યો ભાગ, બોક્સર યોગેશ્વરે વ્યક્ત કરી નારાજગી

News18 Gujarati
Updated: June 8, 2018, 4:27 PM IST
હરિયાણા સરકારે ખેલાડીઓની કમાણીમાંથી માંગ્યો ભાગ, બોક્સર યોગેશ્વરે વ્યક્ત કરી નારાજગી

  • Share this:
હરિયાણાના રમત અને યુવા બાબતોના પ્રિન્સિપલ સેક્રેટરી (મુખ્ય સચિવ) અશોક ખેમકાના એક પરિપત્ર પર હોબાળો મચી ગયો છે. ખેમકાના સિંગ્નેચરવાળા આ પરિપત્રમાં રાજ્યના એથલીટ્સ પાસે પોતાની (પ્રોફેશનલ/કોમર્શિયલ) કમાણીનો એક તૃતીયાંશ ભાગ સ્પોર્ટ્સ કાઉન્સિલના ફન્ડમાં નાંખવાનો આદેશ આપ્યો છે. સરકારના આ આદેશથી ખેલાડીઓમાં ગુસ્સો છે. આને લઈને બોક્સર યોગેશ્વર દત્તે ટ્વિટ પર અશોક ખેમકા પર નિશાન સાધ્યો છે.

પોતાના પહેલા ટ્વિટમાં યોગેશ્વરે લખ્યું છે કે, આવા અધિકારીઓથી રામ બચાવે, જ્યારથી રમત વિભાગમાં આવ્યા છીએ ત્યારથી હાથ-પગ વગરના રાજાશાહી આદેશ જાહેર કરવામાં આવી રહ્યાં છે. હરિયાણાના રમત વિકાસમાં તમારૂ યોગદાન શૂન્ય છે. જોકે, મારો દાવો છે કે, આના પતનમાં તમે સો ટકા સફળ થઈ રહ્યાં છો. હવે હરિયાણાના નવા ખેલાડીઓ બહાર પલાયન કરશે અને આના જવાબદાર તમે હશો.

પોતાના બીજા ટ્વિટમાં યોગેશ્વરે દત્તને લખ્યું કે, આમને તો તે પણ ખબર નથી કે pro-league જ્યારે હોય છે તો ખેલાડીઓ વિભિન્ન કેમ્પમાં રહે છે જે આમાં ભાગ લે છે. કેટલી વખત રજાઓ માટે એપ્રૂવલ ક્યાં-ક્યાંથી લેતા રહીશું. અનુભવ છે કે, દિગ્ગજ ખેલાડી જ્યારે 'સાહેબ'ને સલામ ઠોકતા નથી તો નવા-નવા પેતરાઓ અપનાવે છે, તેમને પોતાની પાછળ ભગાવવા માટે...

જણાવી દઈએ કે, હરિયાણા સરકારના રમત ડિપાર્ટમેન્ટ તરફથી આ વર્ષ 30 એપ્રિલે થયેલ એક પરિપત્ર અનુસાર રાજ્ય સરકાર હવે પોતાના પ્રદેશના એથલીટ્સની પ્રોફેશનલ રમત અને કોમર્શિયલ આવકનો એક તૃતીયાંશ ભાગ લેવા ઈચ્છે છે. આ ફંડનો ઉપયોગ રાજ્યના રમતોના વિકાસ માટે કરવાની યોજના છે.

First published: June 8, 2018
વધુ વાંચો
अगली ख़बर