Yasir Shah: પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહની (Pakistan Leg Spinner Yasir Shah) મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. યાસિરની વિરૂદ્ધમાં પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં (Yasir Shah Named in Rape Case) 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને યૌન ઉત્પીડનના કેસમાં કથિત મદદગારીનો આરોપ લાગ્યો છે. એફઆઈઆરમાં ઉલ્લેખ છે કે ક્રિકેટરના મિત્ર (PAK Spinners Involved in Rape cases) ફરહાને બંદૂકની અણીએ દુષ્કર્મ ગુજાર્યુ હતું અને યાસિરે તેનો વીડિયો બનાવ્યો હતો.
આ ઉપરાંત સગીરાનો આરોપ છે કે લેગ સ્પિનર યાસિરે તેને ચેતવણી આપી હતી કે જો તે આ ઘટના અંગે પોલીસને જાણ કરશે તો તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. જોકે, 35 વર્ષના યાસિરની ધરપકડ કે પછી તેની સામે કાર્યવાહીનવો અહેવાલ નથી.
જિયો ટીવીના અહેવાલ મુજબ ફરિયાદીએ જણાવ્યુંછે કે જ્યારે તેણે યાસિરનો સંપર્ક કર્યો ત્યારે તેણે મજાક ઉડાવ્યો અને કહ્યું કે તેને ઓછી ઉંમરની છોકરીઓ પસંદ છે. યાસિરે એવું પણ કહ્યુ કે તે ખૂબ પ્રભાવશાળી છે અને તેને ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક છે. યાસિર શાહ અને ફરહાન ઓછી ઉંમરની છોકરીઓ સાથે શારીરિક સંબંધો બાંધે છે અને ત્યારબાદ તેનો વીડિયો પણ બનાવે છે.
ઉલ્લેખીય છે કે સગીરાએ જ્યારે પોલીસ કરવાનું નક્કી કર્યુ ત્યારે યાસિર શાહે તેને ફ્લેટ લઈ દેવાનું અને તેનો ખર્ચો વહન કરવાનું નક્કી કર્યુ હતું. યાસિરે તેને આગલા 18 વર્ષ સુધી તેનો ખર્ચો આપવાનું કહ્યુ હતું.
યાસિરનું કરિયર
યાસિર સૌથી ઝડપી 200 વિકેટ લેનારો બોલરપ હતો. તેના કરિયરની શરૂઆત વેસ્ટઇન્ડિઝ સામે થઈ હતી. અંગુઠામાં થયેલી ઈજાના કારણે તાજેતરમાં બાંગ્લાદેશ સામે યોજાયેલી શ્રેણીમાં યાસિર ટીમમાંથી બહાર રહ્યો હતો. યાસિર પાકિસ્તાન ટેસ્ટ ટીમનો મહત્ત્વનો ભાગ છે.
યાસિર પાકિસ્તાનનો એક મજબૂત બોલર છે. તેનું કરિયરર અને નામ જોતા તે આવી હરકતોમાં શામેલ હોય તેનું કરિયર લગભગ સમાપ્ત થઈ શકે છે. જોકે, ઈસ્લામાબાદ પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર