Yashpal Sharma: 1983 વર્લ્ડ કપના હીરોએ છેલ્લી ટેસ્ટમાં બનાવ્યા હતા '0,' જન્મદિને હવે નથી હયાત

યશપાલ શર્માને આજે ઇન્ડિયન ક્રિકેટ ટ્રીમે જન્મદિવસે આ તસવીર મૂકીને સ્મરણાંજલિ આપી

Yashpal Sharma Birthday : યશપાલનો (Yashpal Sharma Birthday)  જન્મ 11 ઓગસ્ટ, 1954ના રોજ પંજાબના લુધિયાણા ખાતે થયો હતો. તેમણે પોતાની કારકિર્દીમાં (Yashpal sharma Career) 37 ટેસ્ટ અને 42 વનડે રમી હતી

  • Share this:
    ભારતના પૂર્વ ક્રિકેટર યશપાલ શર્મા (Yashpal Sharma)ને 1983ના ઐતિહાસિક (1983 world cup) વિશ્વકપ માટે યાદ કરવામાં આવશે. યશપાલનો (Yashpal Sharma Birthday)  જન્મ 11 ઓગસ્ટ, 1954ના રોજ પંજાબના લુધિયાણા ખાતે થયો હતો. તેમણે પોતાની કારકિર્દીમાં (Yashpal sharma Career) 37 ટેસ્ટ અને 42 વનડે રમી હતી. તેઓ 1983ના વર્લ્ડ કપના હીરો હતા, પરંતુ તેઓ પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ ઇનિંગ્સમાં '0' રને આઉટ થયા હતા. તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર 1983માં દિલ્હીમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી. ઉલ્લેખનીય છે કે 13 જુલાઈના રોજ દિલ્હીમાં હાર્ટ એટેકને (Yashpal Sharma Death) કારણે યશપાલનું અવસાન થયું હતું.

    યશપાલ 1983ના વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના સભ્ય હતા. તેમણે ભારત માટે 37 ટેસ્ટ મેચ રમીને કુલ 1606 રન બનાવ્યા હતા. તેમનો શ્રેષ્ઠ સ્કોર 140 રન રહ્યો હતો. તેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 2 સદી અને 9 અડધી સદી ફટકારી હતી. તેમની ટેસ્ટ એવરેજ 33.45 હતી. જ્યારે વનડેમાં તેમણે 42 મેચમાં 28.48ની સરેરાશથી 883 રન બનાવ્યા હતા, જેમાં 4 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. તે 2003થી 2006 સુધી ભારતીય ટીમના પસંદગીકાર પણ હતા.

    ઉલ્લેખનીય છે કે, જયારે તેઓ પસંદગીકાર હતા ત્યારે તેમણે ટીમના તત્કાલીન કોચ ગ્રેગ ચેપલ સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે ઉત્તર પ્રદેશ ટીમના કોચનું પદ પણ સંભાળ્યું હતું. તેઓ હંમેશા 1983ના વિશ્વકપના હીરો તરીકે ઓળખાશે. તેમણે ડિસેમ્બર 2005 સુધી પસંદગીકારનું પદ સંભાળ્યું હતું. બાદમાં તેમને વર્ષ 2008માં ફરીથી આ જવાબદારી સોંપવામાં આવી હતી.

    યશપાલ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના મોટા ફેન હતા. તેમણે એક વખત એમ પણ કહ્યું હતું કે દિલીપે તેમની કારકિર્દી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, દિલીપ કુમારના મૃત્યુના થોડા દિવસો બાદ તેમને હાર્ટ એટેક આવ્યો અને 13 જુલાઈએ દિલ્હીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પંજાબની રણજી મેચ જોયા બાદ દિલીપ કુમારે યશપાલ માટે BCCIમાં રાજસિંહ ડુંગરપુર સાથે વાત કરી હતી, જેને તેઓ એક ઉપકાર માનતા હતા. યશપાલે 1983ના વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડીઝ સામે 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચ બાદ જ લોકોએ વિચાર્યું કે ભારત વર્લ્ડકપ જીતી શકે છે, જે સાચું પણ ઠર્યું.
    Published by:Jay Mishra
    First published: