IPL 2021: પહેલા CSK સામે 19 બોલમાં ધમાકેદાર ફિફ્ટી મારી, પછી ઘોનીએ આપ્યુ સ્પેશિયલ ગિફ્ટ

યસસ્વીએ ચેન્નાઈ સામેની મેચમાં ફિફ્ટી મારી હતી.

IPL 2021: રાજસ્થાન રોયલ્સ (RR) ના 19 વર્ષીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે શનિવારે અબુધાબીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (RR vs CSK) સામેની મેચમાં તોફાની અડધી સદી ફટકારી હતી. તેણે પોતાના 50 રન માત્ર 19 બોલમાં પૂરા કર્યા હતા.

  • Share this:
    નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સના (Rajsthan Royals) 19 વર્ષીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) શનિવારે અબુધાબીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (RR vs CSK) સામેની મેચમાં તોફાની અડધી સદી ફટકારી હતી. તેણે પોતાના 50 રન માત્ર 19 બોલમાં પૂરા કર્યા હતા. તેણે ચેન્નાઈના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડની બોલમાં સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. યશસ્વીએ હેઝલવુડની આ ઓવરમાં ત્રણ સિક્સર અને એક ફોરની મદદથી 22 રન બનાવ્યા હતા. અનકેપ્ડ ખેલાડી તરીકે (Fastest 50 By an Uncapped Player in IPL) આઇપીએલના ઇતિહાસમાં આ બીજી સૌથી ઝડપી અડધી સદી છે.

    સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ ઇશાન કિશનના નામે છે, જેમણે 17 બોલમાં આ આ રેકોર્ડ બાનાવ્યો હતો. કેએલ રાહુલે IPLમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે. 2018 માં તેણે દિલ્હી કેપિટલ્સ સામે 14 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

    આ શાનદાર ઇનિંગ બાદ યશસ્વી પોતાના બેટ પર મહેન્દ્ર સિંહ ધોનીનો ઓટોગ્રાફ મેળવવામાં સફળ રહ્યો હતો. યશસ્વીએ આઈપીએલ વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું કે, મારા બેટ પર ધોનીનો ઓટોગ્રાફ હોવાથી હું ખૂબ ખુશ છું. તેણે આગળ કહ્યું કે, હું પહેલા વિકેટનું પરીક્ષણ કરવાનું વિચારતો હતો, પરંતુ અમે 190 રનનો પીછો કરી રહ્યા હતા, હું જાણતો હતો કે વિકેટ સારી હોવી જોઈએ. હું માત્ર ખરાબ ડિલિવરીનો લાભ લેવા અને મારી ટીમને નક્કર શરૂઆત આપવા માંગતો હતો. જેથી આપણે 190 રનના લક્ષ્યાંકનો પીછો કરી શકીએ.

    આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા ઋતુરાજ ગાયકવાડની સદીના કારણે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 17.3 ઓવરમાં 190 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રાજસ્થાન માટે યશસ્વીએ 21 બોલમાં 50 અને શિવમ દુબેએ 42 બોલમાં 64 રન બનાવ્યા હતા. શિવમે આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા.





    આ પણ વાંચો: દિલ્હી સામેની કારમી હારથી Rohit Sharma ઉદાસ, જણાવી ટીમની સૌથી મોટી નબળાઈ

    આ જીત સાથે રાજસ્થાનના 12 મેચમાં 10 પોઇન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. જોકે, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના પણ 10 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે આ ટીમો વચ્ચે આકરી સ્પર્ધા થઈ શકે છે. રાજસ્થાન રોયલ્સની આગામી મેચ 5 ઓક્ટોબરે શારજાહમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે છે.
    Published by:kuldipsinh barot
    First published: