વર્લ્ડકપ માટે વિરાટને એક નહી પરંતુ મળ્યા બે બહ્માસ્ત્ર

News18 Gujarati
Updated: February 8, 2018, 8:48 PM IST
વર્લ્ડકપ માટે વિરાટને એક નહી પરંતુ મળ્યા બે બહ્માસ્ત્ર

  • Share this:
સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ચાલી રહેલ વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે. આમ જોવા જઈએ તો ટીમ ઈન્ડિયાના બોલર્સે તો ટેસ્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, ટેસ્ટ કરતાં પણ વનડેમાં ઈન્ડિયન બોલર્સે આફ્રિકન બેટ્સમેનોને વધારે મૂંઝવણમાં મૂકી દીધા છે. તેમાંય ખાસ કરીને જોઈએ તો, ભારતીય ફિરકી બોલર્સ કૂલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલની શાનદાર બોલિંગના સહારે ટીમ ઈન્ડિયાએ ત્રણેય મેચો પોતાના નામે કરી છે, તેવું કહેશું તો પણ ખોટું કહેવાશે નહી. બંને બોલર્સે ત્રણ મેચોમાં 21 વિકેટ પોતાના નામે કરી છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ કહ્યું છે કે, ચાઈનામેન બોલર કુલદીપ યાદવ અને લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલની જોડી 2019ના વર્લ્ડકપમાં કાળીનો એક્કો સાબિત થઈ શકે છે. આ જોડીએ વનડે સિરીઝમાં આફ્રિકન બેટ્સમેનોને મુશ્કેલીમાં નાંખી દીધા છે. તેવામાં વિરાટ કોહલીને વર્લ્ડકપ માટે બે બહ્માસ્ત્ર મળી ગયા છે. આ બંને ખેલાડીઓને હજુ વધારે થોડા તપાવવાની જરૂરત છે. જોકે, હજુ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ જવાની હોવાથી ત્યાં પણ આ જોડીની પરીક્ષા થશે, સાથે સાથે અનુભવ પણ મળશે. આમ વર્લ્ડકપ સુધી બંને ફિરકીમેન પાકાપાયે તૈયાર થઈ જશે.આ બંને ખેલાડીઓએ બુધવારે થયેલી આફ્રિકા સામેની ત્રીજી મેચમાં આઠ વિકેટો તો પોતાના ખાતામાં જમા કરાવી લીધી હતી. બાકીની બચેલી બે વિકેટો બૂમરાહે પોતાના ખાતમાં જમા કરાવી નાંખી હતી. બૂમરાહને લઈને પણ પાકિસ્તાની દિગ્ગજ ખેલાડી વસીમ અકરમે ટેકનિકને લઈને સલાહ આપી છે કે, જો બૂમરાહ એક મહિના સુધી કાઉન્ટ્રી ક્રિકેટ રમે તો તે ક્રિકેટ જગતમાં તેની બોલિંગથી કહેર મચાવી શકે છે. વસીમ અકરમે કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકામાં ફાસ્ટ બોલરોમાં સૌથી પ્રભાવી બૂમરાહ રહ્યો છે.

તે ઉપરાંત ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ, ચહલ-યાદવની જોડીને લઈને કહ્યું કે, હાલની પરિસ્થિતિની જેમ જ આપણે ઘરથી બહાર વર્લ્ડકપ રમીશું અને મને લાગે છે કે, આ બંને ટીમ માટે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. પરંતુ, તે ઉપરાંત કોહલીએ તે પણ કહ્યું હતું કે, આ બધી વસ્તુઓ હજું ઘણી દૂર છે. જોકે, આ રીતની પરિસ્થિતિઓમાં રમીને અને વિકેટ લઈને તેઓ પોતાની દાવેદારીને મજબૂત કરી રહ્યાં છે. તેઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. મારા પાસે તેના માટે કોઈ શબ્દ નથી. બંને ખેલાડીઓ પોતાની રમત પર ખુબ જ મહેનત કરી રહ્યાં છે.

આમ કેપ્ટનના નિવેદન પ્રમાણે તેને વર્લ્ડકપ માટે બે બહ્માસ્ત્ર મળી ગયા છે. જેમને હાલમાં અગ્નિમાં તપાવવામાં આવી રહ્યાં છે, જે વર્લ્ડકપ સુધી તૈયાર થઈ જશે.
First published: February 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading