Xiaomiનો નવો બ્લૂટૂથ સ્પીકર ભારતમાં લોન્ચ, 7 કલાક ચાલશે બેટરી

News18 Gujarati
Updated: June 22, 2018, 4:50 PM IST
Xiaomiનો નવો બ્લૂટૂથ સ્પીકર ભારતમાં લોન્ચ, 7 કલાક ચાલશે બેટરી

  • Share this:
Xiaomiએ ભારતના બજારમાં પોતાનો લેટેસ્ટ ઓડિયો પ્રોડ્ક્ટ Mi Pocket Spraker 2ને લોન્ચ કરી દીધો છે. કંપનીએ આ સ્પીકરની કિંમત 1,499 રૂપિયા રાખી છે. ગ્રાહક આને કંપનીની આધિકારીક વેબસાઈટ પરથી ખરીદી શકે છે. ગ્રાહકોને આ બ્લેક અને વાઈટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.

બ્લૂટૂથ 4.1 કનેક્ટિવિટી સાથે Mi Pocket Spraker 2ની કવરેજ 10 મીટર સુધી છે. આની બેટરી 1200mAhની છે. કંપનીનો દાવો છે કે, સિંગલ ચાર્જ સાથે આને 7 કલાક સતત વગાડી શકાય છે. આનું વર્કિંગ ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે અને USB પોવર ઈનપુટ 5V/1A (5W) છે.

આમાં 5W સ્પીકર આપવામાં આવ્યા છે. આ સ્પીકરની બોડીપોલિકર્બોનેટ અને ABS મટેરિયલની બનેલી છે. જ્યારે આનું અપર સરફેસ એલ્યુમિનિયમ અલોયનો બનેલો છે. આના ફ્રન્ટમાં LED સ્ટેટસ ઈન્ડીકેટર આપવામાં આવ્યો છે અને આમાં બિલ્ટ-ઈન માઈક્રોફોન પણ આપવામાં આવ્યો છે. આનાથી યૂઝર્સ કોલ રિસિવ કરી શકે છે, સાથે જ કોલ આવવા પર મ્યૂઝીક ઓટોમેટિકલી બંધ થઈ જશે.
First published: June 22, 2018, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading