શાઓમીએ લોન્ચ કર્યા સસ્તા TV, 32 ઈંચની ટીવીની કિંમત Redmi Note 5થી પણ ઓછી

News18 Gujarati
Updated: May 28, 2018, 1:58 PM IST
શાઓમીએ લોન્ચ કર્યા સસ્તા TV, 32 ઈંચની ટીવીની કિંમત Redmi Note 5થી પણ ઓછી

  • Share this:
સ્માર્ટફોન મેકર Xiaomi Redmiએ પોતાની નવી ટીવી લોન્ચ કરી છે. આ ટીવી 32 ઈંચથી લઈને 55 ઈંચ સુધીના છે. આમાં Mi Tv, Mi Tv 4X અને Mi Tv 4S સામેલ છે. કંપનીએ આની બુકિંગ લેવાની શરૂઆત કરી દીધી છે. કંપનીના જણાવ્યા અનુસાર આની શિપમેન્ટ 31મેથી શરૂ થશે. આ દિવસે જ કંપની પોતાનો Xiaomi Mi 8 પણ લોન્ચ કરવા જઈ રહી છે. તે ઉપરાંત પોતાની ઓપરેટિંગ સિસ્ટમને પણ અપડેટ કરવા જઈ રહી છે. ફિચર્સની બાબતમાં પણ આ ટીવી શાનદાર છે.

Mi TV 4C  : શાઓમીની આ ટીવી 32 ઈંચની છે, આની કિંમતની વાત કરીએ તો આની કિંમત 999 યુઆન (લગભગ 10,600 રૂપિયા) છે. આમાં એચડી પેનલ આપવામાં આવી છે, આ ટીવીને 178 ડિગ્રી એંગલથી દેખી શકાય છે. ટીવીમાં એઆરએમ એડવાન્સ મલ્ટી-કોર પ્રોસેસર છે, જેની સ્પીડ 1.5 ગીગાહડ્ઝની છે. આની સાથે આમાં 16GBની રેમ અને 4GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. ક્નેક્ટિવિટી માટે Mi TV 4Cમાં બે એચડીએમઆઈ પોર્ટ, એવી પોર્ટ, યૂએસબી પોર્ટ, એથરનેટ પોર્ટ સપોર્ટ છે. તમને જણાવી દઈએ કે, રેડમી નોટની 5 અને 4GB રેમવાળી વેરિએન્ટની કિંમત 11,999 રૂપિયા છે.

Xiaomi Mi Tv 4S : આ ટીવી 43 ઈંચ અને 55 ઈંચ વેરિએન્ટમાં આવે છે. 43 ઈંચવાળી ટીવીની કિંમત 1,799 ચીની યુઆન (19,100 રૂપિયા) છે. આમાં 4K અલ્ટ્રા એચડી ડીસ્પલે આપવામાં આવી છે. આમાં ક્વોડ કોર પ્રોસેસર સાથે 1GBની રેમ અને 8GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. જ્યારે 55 ઈંચવાળા વેરિએન્ટમાં 2GBની રેમ સાથે 8GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. આની કિંમત 3,299 ચીની યુઆન (35,100 રૂપિયા) છે. બંને વેરિએન્ટમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ ઉપરાંત કેટલાક ક્નેક્ટિવિટી ફિચર્સ આપવામાં આવ્યા છે.

Xiaomi Mi Tv 4X : 55 ઈંચવાળી Xiaomi Mi Tv 4X સિરીઝની કિંમત 2,799 યુઆન (લગભગ 29,800 રૂપિયા) છે. પેચવોલ આધારિત આ ટીવી 4K એચડીઆર ટીવી છે. સાથે જ આમાં એઆઈથી લેસ વોઈસ રિકગ્રનિશન સિસ્ટમ, પાતળું બેજલ, ડોલબી ઓડિયો, 64 બિટનું ક્વોડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે ઉપરાંત આમાં 2GBની રેમ સાથે 8GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ટીવી 3 એચડીએમઆઈ પોર્ટ, બે યૂએસબી પોર્ટ સાથે આવી છે.
First published: May 28, 2018, 1:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading