નવી દિલ્હી: સમગ્ર વિશ્વ ભૂતપૂર્વ WWE સ્ટાર અલ સ્નોને સલામ (star al snow) કરી રહ્યું છે. તેમણે બતાવેલી હિંમતની દુનિયાના દરેક ખૂણે પ્રશંસા થઈ રહી છે. સ્નોએ તેના જીવ જોખમમાં મુકીને માસૂમ બાળકનો જીવ બચાવ્યો હતો. મહત્વનું છે કે, એક બાળક દરિયાના મોજામાં એટલું ફસાઈ ગયું હતું કે, તેમાંથી બહાર નીકળવું અને કિનારા પર આવવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું. આવી સ્થિતિમાં, ભૂતપૂર્વ સ્ટાર ખેલાડીએ સમય ગુમાવ્યા વિના દરિયામાં કૂદી પડ્યો અને તે બાળકને મોતના મુખમાંથી બહાર લાવ્યો.
મહત્વનું છે કે, ગલ્ફ કોસ્ટ સિવાય કેટલાક દરિયાકિનારા પર આવી રહેલા મોટા મોટા મોજાઓ એક મોટો ખતરો છે. જ્યારે આમાં ફસાયેલા હોય ત્યારે કિનારા પર પાછા ફરવું મુશ્કેલ ખુબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે. ટીએમઝેડ સાથેની મુલાકાતમાં, ખેલાડીએ આ ઘટના વિશે અને ફ્લોરિડાના સાન્ટા રોઝા બીચ પર બાળકને બચાવવા માટે કેવી રીતે પોતાનો જીવ જોખમમાં મૂક્યો તે વિશે વાત કરી હતી.
આ 58 વર્ષીય ભૂતપૂર્વ સ્ટાર ખેલાડીએ કહ્યું કે ભગવાનનો આભાર. જલદી જ એક મોજાએ તે બાળકને મારી તરફ ખેંચવાનું શરૂ કર્યું, મેં તે સમયે તેને હાથથી પકડી લીધો. જો મેં તેને પકડ્યો ન હોત, તો તે સમુદ્રમાં ગયો હોત. તેણે કહ્યું કે હું તેને મારો લાઇફગાર્ડ આપી શક્યો. અમે દરિયા કિનારે ગયા હતા. મને લાગ્યું કે હું પડી જવાનો છું. હું થાકી ગયો હતો. અલ સ્નોએ WWE અને WWF માં એક દાયકાથી વધુ સમય સુધી કુસ્તી કરી.
તમને જણાવી દઈએ કે અલ સ્નો અથવા અલ સર્વેઈનનું નામ WWF, WWE અને ECW ના સફળ કુસ્તીબાજ તરીકે ઓળખાય છે. જ્યારે WWE WWF તરીકે ઓળખાતું હતું, ત્યારે સર્વૈનની બહાદુરી રિંગમાં પડઘાઈ હતી. તેઓ 1997-98માં ECW ની સફળતા માટે અને પછી 1998 થી 2004 સુધી WWE માં તેમની સફળ કારકિર્દી માટે જાણીતા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર