Home /News /sport /WTC ઈલેવનમાં વિરાટ કોહલીને ન મળ્યું સ્થાન, વિલિયમસન કેપ્ટન, ત્રણ ભારતીયનો સમાવેશ

WTC ઈલેવનમાં વિરાટ કોહલીને ન મળ્યું સ્થાન, વિલિયમસન કેપ્ટન, ત્રણ ભારતીયનો સમાવેશ

    નવી દિલ્હી: આઇસીસી દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નું આયોજન કરવામાં આવ્યું હતું. 2019 થી શરૂ થયેલી પ્રથમ સીઝન 23 જૂને સમાપ્ત થઈ. ફાઈનલ (WTC Final)માં, ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટે પરાજિત કર્યું હતું. મેચમાં (India vs New Zealand) ટીમ ઈન્ડિયા તરફથી કોઈ પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહીં. પ્રથમ સીઝનમાં, કુલ 9 ટીમોને તક આપવામાં આવી હતી અને તમામને 6-6 શ્રેણી રમવાની હતી.

    ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ ક્રિકઇન્ફોએ નિષ્ણાતો અને ચાહકોના મતોના આધારે ડબ્લ્યુટીસી-ઇલેવન જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આમાં સ્થાન મળ્યું નથી. ભારત માટે રોહિત શર્મા, આર અશ્વિન અને ઋષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને પણ આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડના અન્ય બે ખેલાડીઓ કાયલ જેમ્સન અને ટિમ સાઉથીને પણ સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ સ્ટીવ સ્મિથ, માર્નસ લબુસ્ચેગને અને પેટ કમિન્સ સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. શ્રીલંકાના દિમુથ કરુનારાત્ને અને ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સને પણ સ્થાન મળ્યું છે. પાકિસ્તાન, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝનો કોઈ પણ ખેલાડી ટીમમાં સ્થાન મેળવી શક્યું નથી.

    આ પણ વાંચો: શ્રીલંકાનો પ્રવાસ આ ચાર ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ, નહીં તો ટી -20 વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ

    ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની 12 મેચોમાં 61 ની સરેરાશથી 1094 રન બનાવ્યા હતા. તેમાં બે સદી પણ શામેલ છે. તે જ સમયે, ઋષભ પંતે 39ની એવરેજથી 707 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, તે સદી ફટકારી શક્યો નહીં. બીજી તરફ, ઓફ સ્પિન આર અશ્વિને સૌથી વધુ 71 વિકેટ લીધી હતી. જો કે, કોરોનાને કારણે, વર્તમાન સીઝનની ઘણી શ્રેણી મુલતવી રાખવી પડી. ટેબલમાં ટીમ ઈન્ડિયા પ્રથમ અને ન્યુઝીલેન્ડ બીજા સ્થાને છે.

    આ પણ વાંચો: ટી -20 વર્લ્ડ કપ ભારત બહાર આયોજીત કરવાની તૈયારી? BCCI સેક્રેટરી જય શાહે પણ કરી પુષ્ટિ

    WTC-XI:રોહિત શર્મા, દિમુથ કરુનારાત્ને, માર્નસ લબુશ્ચગ્ને, કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, ઋષભ પંત, કાયલ જેમ્સન, આર અશ્વિન, પેટ કમિન્સ, ટિમ સાઉથી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: IND vs NZ WTC Final, Kane williamson, WTC, WTC Final, રોહિત શર્મા, વિરાટ કોહલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन