WTC: ભારતીય ટીમનો કાર્યક્રમ જાહેર, વિરાટ એન્ડ કંપની પાકિસ્તાન સામે નહીં રમે

ભારતીય ટીમ બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં(World Test Championship) ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. ટીમ ઈન્ડિયાનો સામનો તેમના ઘરે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સાથે થશે.

ભારતીય ટીમ બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં(World Test Championship) ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. ટીમ ઈન્ડિયાનો સામનો તેમના ઘરે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સાથે થશે.

  • Share this:
    નવી દિલ્હી: ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના બીજા રાઉન્ડમાં પણ પાકિસ્તાન નહીં રમે અને આવતા મહિને ઇંગ્લેન્ડની શ્રેણીથી શરૂ કરીને, આગામી બે વર્ષમાં ત્રણ ટૂર કરશે. નિયમો અનુસાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)કેલેન્ડરમાં નવ દેશોએ પોતાની પસંદગીના છ દેશો સામે રમવાનું છે. અને 2021-2023 ચક્રમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝને બદલે શ્રીલંકા સાથે રમશે. ટીમે 2017ના પ્રારંભિક ડબ્લ્યુટીસી તબક્કા દરમિયાન વેસ્ટ ઇન્ડીઝ રમી હતી. ભારતીય ટીમ (Team India)ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝથી 4 ઓગસ્ટથી ડબ્લ્યુટીસી અભિયાનની શરૂઆત કરશે. ટીમે ડિસેમ્બર 2021થી જાન્યુઆરી 2022 સુધીમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પણ કરવો પડશે, ત્યારબાદ નવેમ્બર 2022માં તેની જ ધરતી પર બાંગ્લાદેશ સામે શ્રેણી રમવાનો રહેશે.

    ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેમના મેદાન પરની શ્રેણી ઉપરાંત, સૌથી મોટી શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે આવતા વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બરની શરૂઆતમાં હશે. આ સિવાય ભારત આ વર્ષે નવેમ્બરમાં ન્યુઝિલેન્ડ અને ફેબ્રુઆરીથી માર્ચ 2022 સુધીમાં શ્રીલંકાની બે ટેસ્ટ મેચ માટેનું આયોજન કરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ બુધવારે સત્તાવાર રીતે પુષ્ટિ આપી કે, ડબલ્યુટીસીના બીજા રાઉન્ડ દરમિયાન જીત માટે 12 પોઇન્ટ, ડ્રો માટે ચાર પોઇન્ટ અને ટાઇ માટે છ પોઇન્ટ આપવામાં આવશે.

    આ પણ વાંચો: IND VS SL: રાહુલ દ્રવિડ પાસે દરેક સમસ્યાનું સમાધાન છે, ભારતીય ઓલરાઉન્ડરે આપ્યું નિવેદન

    આઇસીસીએ વધુમાં કહ્યું કે, જીતવામાં આવેલા પોઇન્ટની ટકાવારી 2021-23 ચક્રમાં સ્થાનો નક્કી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. અગાઉ દરેક ટેસ્ટ સિરીઝ માટે 120 પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા હતા, જેણે અસમાનતા પેદા કરી હતી, કેમ કે, બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ટેસ્ટ જીતીને ટીમને 60 પોઇન્ટ મળે, જ્યારે પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં મેચ જીતીને ફક્ત 24 જ પોઈન્ટ મળ્યા હતા.

    આ પણ વાંચો: અશ્વિનનો કહેર: 27 રન આપીને કરી 6 વિકેટ, વિરોધી ટીમ 69 રન પર થઈ ઓલઆઉટ

    પીટીઆઈએ ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે, આઇસીસી ડબલ્યુટીસીના બીજા રાઉન્ડ માટે નવી પોઇન્ટ સિસ્ટમ રજૂ કરવા જઈ રહી છે. આઇસીસીના કાર્યકારી ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલ્લડાઇસે કહ્યું કે, ગયા વર્ષની ખામીઓમાંથી પાઠ લઈને પોઇન્ટ્સ સિસ્ટમને સરળ બનાવવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે. ક્રિકેટ સમિતિએ દરેક મેચ માટે નવી સિસ્ટમની દરખાસ્ત કરતી વખતે આ ધ્યાનમાં લીધું હતું.
    Published by:kuldipsinh barot
    First published: