સાઉથમ્પ્ટન: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે 15 સભ્યોની ટીમ ઈન્ડિયાએ જાહેરાત કરી દીધી છે. ફાઈનલ મેચ 18 થી 22 જૂન સુધી ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સાઉથમ્પ્ટનમાં આયોજીત થશે. ટીમમાં મયંક અગ્રવાલ અને કેએલ રાહુલને જગ્યા મળી નથી. એવામાં ઓપનર તરીકે રોહિત શર્મા અને શુભમન ગીલનું રમનું નક્કી છે. હનુમા વિહારી સિવાય સ્પિન બોલર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને પણ જગ્યા મળી છે.
ઇંગ્લેન્ડ સામે ઘરેલુ 3 મેચમાં 27 વિકેટ લેનાર ડાબોડી સ્પિનર્સ અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, મયંક અગ્રવાલ, શાર્દુલ ઠાકુર અને કેએલ રાહુલ બાકી રહ્યા છે. ઇંગ્લેન્ડ આવેલી 20 સભ્યોની ટીમમાં તેમનો સમાવેશ પણ થયો હતો. કેએલ રાહુલે પણ ઇન્ટ્રા-સ્કવોડ મેચમાં સદી ફટકારી હતી. શાર્દુલ ઠાકુરને ઓસ્ટ્રેલિયામાં એક ટેસ્ટમાં રમવાની તક મળી. અડધી સદી ફટકારવા ઉપરાંત તેણે 7 વિકેટ પણ લીધી હતી. તેને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.
તમને જણાવી દઈએ કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલ પર ભારત ટોચ પર છે. ભારતે આ ટૂર્નામેન્ટમાં 12 ટેસ્ટ જીતી છે અને 4 હારી હતી અને એક મેચ ડ્રો રહી હતી. ભારત 520 પોઇન્ટ છે અને ટકાવારી 72.2 છે. તે જ સમયે, ન્યુઝીલેન્ડ 7 મેચ જીતી ચૂક્યું છે અને 4 મેચ હારી ગયું છે. ન્યુઝીલેન્ડના પોઇન્ટ 420 છે અને ટકાવારી 70 છે. આઇસીસીએ 23 જૂનને ટેસ્ટ માટેનો અનામત દિવસ નક્કી કર્યો છે. જો અંતિમ મેચ (WTC Final) ડ્રો અથવા ટાઇ છે, તો ભારત અને ન્યુઝીલેન્ડ બંને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર