WTC Final હાર્યા બાદ પરિવાર સાથે ઈંગ્લેન્ડ ફરવા નિકળ્યા ભારતીય ખેલાડી, જુઓ Photos

  • Share this:
    નવી દિલ્હી: વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા(Team India)ને ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final 2021) ની ફાઇનલમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ હારને ભૂલીને હવે ટીમની નજર ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પર છે, પરંતુ તે પહેલા ટીમને 20 દિવસનો વિરામ આપવામાં આવ્યો છે. જેથી બાયો બબલમાં ફરીથી પ્રવેશ કરતાં પહેલાં ટીમને માનસિક શાંતિ મળી શકે છે.



    ટીમ સાઉથમ્પ્ટનથી લંડન પણ પહોંચી ગઈ છે અને આમાંથી ખેલાડીઓ વિરામ દરમિયાન પોતપોતાના સ્થળોએ જવા રવાના થયા હતા. રોહિત શર્મા અને મયંક અગ્રવાલે પણ કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે પરિવાર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.



    ભારતીય ઓપનર રોહિત શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર પત્ની રિતિકા અને પુત્રીના સ્ટેટસ પોસ્ટ કર્યો હતો, જેમાં તે લોસ્ટ કિંગડમ પાર્કમાં જોવા મળી રહ્યો છે. તે જ સમયે, મયંક અગ્રવાલે તેની પત્ની સાથે બ્રાઇટન પેલેસની બહારનો ફોટો શેર કર્યો. તે સ્થાનિક બજાર અને ખાદ્યપદાર્થોનો આનંદ લેતો જોવા મળ્યો હતો.

    ખેલાડીઓ ટેનિસ અને ફૂટબોલ મેચ જોવા પણ જઈ શકે છે

    બીસીસીઆઈના એક સૂત્ર મુજબ કેટલાક ખેલાડીઓ ટેનિસ ચાહક છે. જો વિમ્બલ્ડન દર્શકોને મંજૂરી આપે છે, તો કેટલાક ખેલાડીઓ ટેનિસ મેચ જોવા જશે. તે જ સમયે, કદાચ કેટલાક ખેલાડીઓ વેમ્બલીમાં યોજાનારી યુરો કપ મેચની ટિકિટની ઉપલબ્ધતા પર પણ ધ્યાન આપી રહ્યાં છે. બધા ખેલાડીઓ 14 જુલાઇએ લંડનમાં પાછા ભેગા થશે અને તે પછી નોટિંગહામ જવા રવાના થશે, જ્યાં પ્રથમ ટેસ્ટ મેચ રમવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published: