નવી દિલ્હી : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં (WTC Final 2021) ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ઇનિંગ્સમાં ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara)ફક્ત 8 રન બનાવી આઉટ થયો હતો. તેણે 36માં બોલે પોતાનું ખાતું ખોલાવ્યું હતું, જે પછી તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પોતાની ધીમી શરુઆતને તે વધારે આગળ વધારી શક્યો ન હતો અને ટ્રેન્ટ બોલના બોલ પર એલબી આઉટ થયો હતો. પૂજારાના આ પ્રદર્શન પછી કહેવામાં આવી રહ્યું છે કે તેની કારકિર્દી ખતમ થવાની અણી પર છે.
2010માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર પૂજારાએ 85 ટેસ્ટમાં 142 ઇનિંગ્સમાં 6244 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર અણનમ 206 રન છે. પૂજારાના નામે 18 સદી અને 29 અડધી સદી છે. પૂજારાને ટીમમાં સ્થાન જાળવી રાખવા માટે ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખાસ યાદગાર ઇનિંગ્સ રમવાનો પડકાર છે. ઇંગ્લેન્ડ પ્રવાસને તેની કારકિર્દીની અંતિમ તક માનવામાં આવે છે.
પૂજારા છેલ્લા ઘણા સમયથી રન બનાવવામાં ઝઝુમી રહ્યો છે. ઓગસ્ટ 2019થી તેણે 17 ટેસ્ટમાં 29.21ની એવરેજથી 818 રન જ બનાવ્યા છે. આ દરમિયાન તે એકપણ સદી ફટકારી શક્યો નથી. 28 ઇનિંગ્સમાં તે 9 વખત 50 રન સુધી પહોંચ્યો છે. ઇંગ્લેન્ડમાં પૂજારાએ 9 ટેસ્ટમાં 29.41ની એવરેજથી 500 રન બનાવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પૂજારાએ બે ફોર ફટકારી હતી. આ પછી ઘણા બોલ ડોટ રમ્યો હતો. આ દરમિયાન તે સ્ટ્રાઇક રોટેટ કરી શક્યો ન હતો.
" isDesktop="true" id="1107452" >
છેલ્લી બે શ્રેણીમાં પૂજારાનું પ્રદર્શન
ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોરનું કહેવું છે કે પૂજારાને પોતાની શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવાની જરૂર છે. આ ફાઇનલ પહેલા પૂજારાનું ઇંગ્લેન્ડ સામે પ્રદર્શન જોવામાં આવે તો તેણે ચાર મેચની 6 ઇનિંગ્સમાં 73, 15, 21, 7, 0 અને 17 રન બનાવ્યા છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની 8 ઇનિંગ્સમાં 43, 0, 17, 3, 50, 77, 25, 56 રન બનાવ્યા છે. આવામાં પૂજારા સામે પોતાની ઉપયોગિતા સાબિત કરવા માટે ઇંગ્લેન્ડ પ્રવાસ અંતિમ તક છે. ફાઇનલ પછી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે અને પૂજારા પાસે વાપસી કરવાની અંતિમ તક સાબિતી થઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર