શાકાહારી છે Deepak Punia , વજન ઘટાડવા માટે 6 મહીનાથી નથી ખાઇ રહ્યા ઘી, માતાના મોત બાદ પણ અડગ રહ્યા

ફાઈલ તસવીર દીપક પુનિયા

Deepak Punia in semi Finals: દિપક પુનિયાએ નાની ઉંમરમાં રમતને પોતાની સાથી બનાવી લીધી હતી. તે 5 વર્ષની ઉંમરથી અખાડામાં ઉતરી ગયા હતા. જોકે ગત વર્ષે તેમની માતાનું નિધન થઇ ગયું હતું. છતા પણ તેમણે હિંમત દાખવી અને ટોક્યો ઓલમ્પિકમાં ભારત માટે મેડલની આશા જીવંત રાખી છે.

  • Share this:
    Deepak Punia Tokyo Olympics: ભારતીય પહેલવાન દિપક પૂનિયા (Deepak Punia)એ શરૂઆતથી જ ટોક્યો ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. તે 86 કિગ્રા વેઇટ કેટેગરીની સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. જો તેઓ હવે પછીની મેચ જીતી લેશે તો તેમનો મેડલ નક્કી જ છે. 22 વર્ષના હરિયાણાના પહેલવાન દિપકે ચીનના શેનને 6-3થી હરાવ્યો હતો. તે 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે.

    દિપક પુનિયાએ નાની ઉંમરમાં રમતને પોતાની સાથી બનાવી લીધી હતી. તે 5 વર્ષની ઉંમરથી અખાડામાં ઉતરી ગયા હતા. જોકે ગત વર્ષે તેમની માતાનું નિધન થઇ ગયું હતું. છતા પણ તેમણે હિંમત દાખવી અને ટોક્યો ઓલમ્પિકમાં ભારત માટે મેડલની આશા જીવંત રાખી છે. દિપક શાકાહારી છે અને તેમને ઘરે બનાવેલું ભોજન પસંદ છે. તેમની બે મોટી બહેનો પણ છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ચૂકી છે.

    6 મહીનાથી નથી ખાઇ રહ્યા ઘી
    દિપક પુનિયા વજનને વધતું રોકવા માટે છેલ્લા 6 મહીનાથી ઘી નથી ખાઇ રહ્યા. શાકાહારી હોવાના કારણે તેઓ લીલા શાકભાજીના સૂપ અને દાળના પાણી પર વધુ નિર્ભર રહે છે. દિપકને બહારનું ખાવું પસંદ નથી. કુશ્તીમાં તેમને આગળ વધારવા માટે તેમના પિતાએ દૂધ વેચવાનું કામ પણ છોડી દીધું હતું.

    આ પણ વાંચોઃ-Tokyo Olympics: નીરજ ચોપડા ગ્રુપમાં નંબર-1 રહ્યો, મેડલથી ખૂબ નજીક, જાણો ક્યારે ઉતરશે ગોલ્ડના મુકાબલામાં

    ઘણી વખત આજુબાજુના લોકો તેના પિતાને દિપકને કોઇ નોકરી ધંધા માટે મોકલવાની વાત કરતા હતા. પરંતુ તેમણે કોઇનું ન સાંભળ્યું અને આજ તેમના પુત્રએ ઓલમ્પિકમાં પોતાના પ્રદર્શનથી તમામને ગર્વ કરવાનો અવસર આપ્યો છે.

    આ પણ વાંચોઃ-HBD Rahul Chahar: રાહુલ ચહરને વિકેટ લેવા પર પડતો હતો માર, 'પાકિસ્તાની' બોલર છે તેનો આઈડલ

    છત્રસાલ સ્ટેડિયમમાં લઇ ચૂક્યો છે ટ્રેનિંગ
    દિપક પુનિયા દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ લઇ ચૂક્યો છે. અહીંથી જ દિગ્ગજ પહેલવાલ સુશીલ કુમાર પણ નીકળ્યા હતા. તેઓ કુશ્તીમાં બે મેડલ જીતનાર એકમાત્ર ભારતીય રેસલર છે. દોઢ વર્ષ પહેલા છત્રસાલમાં ટ્રેનિંગ લીધા બાદ તેમના કોચે નરેલામાં અખાડો ખોલ્યો અને દિપક ત્યાર બાદથી ત્યાં જ ટ્રેનિંગ લઇ રહ્યો છે.

    દિપક પૂનિયા એશિયન ચેમ્પિયનશિપ, વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશિપ અને એશિયન ચેમ્પિયનશિપમાં પણ મેડલ જીતી ચૂક્યા છે. જો તેઓ ટોક્યો ઓલમ્પિકમાં મેડલ જીતશે તો ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી લેશે.
    Published by:ankit patel
    First published: