Home /News /sport /WPL Auction 2023: મહિલા પ્રીમિયર લીગની હરાજી પહેલા તારીખ, સમય અને સ્થળ અંગેની વિગતો જાણો

WPL Auction 2023: મહિલા પ્રીમિયર લીગની હરાજી પહેલા તારીખ, સમય અને સ્થળ અંગેની વિગતો જાણો

મહિલા પ્રીમિયર લીગની હરાજી

WPL Auction 2023 Details: આજે મુંબઈમાં મહિલા પ્રીમિયર લીગની હરાજી થવાની છે, આ અંગેની તમામ મહત્વની વિગતો અહીં જાણી શકો છો અને ભારતીય મહિલા ખેલાડી સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર સહિતના ક્રિકેટર્સ પર સૌની નજર રહેશે. ખેલાડીઓ માટે સૌથી ઊંચી બેઝ પ્રાઈઝ રૂપિયા 50 લાખ રહેશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં હાલ રમાઈ રહેલા T20 વર્લ્ડકપ વચ્ચે મહિલા ક્રિકેટની તસવીર બદલવાની છે. મહિલા આઈપીએલ માટે ઓક્શન થવાનું છે. મહિલા ખેલાડીઓ માટે IPLનું પહેલીવાર ઓક્શન થવા જઈ રહ્યું છે. જેમાં દુનિયાભરના મહિલા ક્રિકેટર્સ ભાગ લેશે. આવામાં ઘણી ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મહિલા IPLની હરાજીમાં કુલ 407 ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં 5 ફ્રેન્ચાઈઝી પાસે કુલ 60 કરોડનું પર્સ છે. WPLની હરાજી અંગે વધુ કેટલીક વિગતોની જાહેરાત BCCI દ્વારા કરવામાં આવશે.

પહેલા મહિલા આઈપીએલના સેશન માટે સૌથી ઊંચી બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા રાખવામાં આવી છે. મહિલા ક્રિકેટના સૌથી મહાન ગણાતા બે હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાના નામ 50 લાખ રેન્જમાં છે. આ સિવાય 50 લાખની રેન્જમાં આવનારા કુલ 24 ખેલાડીઓ છે. ખેલાડીઓની બોલી અંગે લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન કેટલીક ચોંકાવનારી બોલીઓ લાગશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


મહિલા આઈપીએલમાં 5 ટીમો ભાગ લઈ રહી છે જેના માટે ખેલાડીઓની પસંદગી આજે કરવામાં આવશે. આ ટીમોમાં બેંગ્લુરુ, ગુજરાત જાયન્ટ્સ, લખનૌ હશે જેઓ પોતાના ખેલાડીઓની પસંદગી કરવા માટે ઓક્શન દરમિયાન મેદાનમાં ઉતરશે.

WPL ઓક્શન 2023 દરમિયાન જે મહત્વની ગતિવિધિ રહેશે તેના પર એક નજર કરી લઈએ

WPLનું ઓક્શન ક્યારે થવાનું છે?
WPL 2023ની હરાજી સોમવારે, 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં હાથ ધરવામાં આવશે.

WPL ઓક્શન કેટલા વાગ્યે શરુ થશે?
WPLની હરાજીનું જીવંત પ્રસારણ ટીવી ચેનલ સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર માણી શકાશે.

પોતાની ટીમ માટે વધુમાં વધુ 18 ખેલાડીઓની પસંદગી એક ફ્રેન્ચાઈઝી દ્વારા કરવામાં આવી શકે છે. પહેલા WPL ઓક્શનમાં 90 પ્લેયર્સની હરાજી થશે. હરાજી દરમિયાન સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા પર સૌની નજર રહેશે. આ ખેલાડીઓના પ્રદર્શનને જોતા ફ્રેન્ચાઈઝી તેમને પોતાના ટીમમાં લાવવા માટે જોર લગાવી શકે છે.
First published:

Tags: Cricket News in Gujarati, Gujarati news, Indian premier league, Indian Women Cricket Team, Women Cricketers, Women’s Premier League, WPL Auction 2023