Home /News /sport /WPL 2023: પહેલી જ મેચમાં ઢીબી નાખ્યા! કેપ્ટન હરમનપ્રિતે માત્ર 30 બોલમાં 64 રન બનાવ્યા, મુંબઈનાં 207 રન
WPL 2023: પહેલી જ મેચમાં ઢીબી નાખ્યા! કેપ્ટન હરમનપ્રિતે માત્ર 30 બોલમાં 64 રન બનાવ્યા, મુંબઈનાં 207 રન
હરમનપ્રીત કૌરની ફાઇલ તસવીર
WPL 2023 માં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટસ વચ્ચે રમાયેલી પહેલી જ મેચમાં શાનદાર ધમાકેદાર શરૂઆત થઈ હતી. પહેલી જ ઇનિંગમાં મુંબઈ ઇંડિયન્સે 200 થી વધારેનો આંકડો પાર કરી દીધો હતો.
મહિલા ક્રિકેટની વુમન્સ પ્રીમીયર લીગની આજે પહેલી મેચ રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટસ વચ્ચે રમાયેલી પહેલી જ મેચમાં શાનદાર ધમાકેદાર શરૂઆત થઈ હતી. પહેલી જ ઇનિંગમાં મુંબઈ ઇંડિયન્સે 200 થી વધારેનો આંકડો પાર કરી દીધો હતો. જેના કારણે દર્શકોમાં પણ રોમાંચનો માહોલ છ્વાઈ ગયો હતો. મુંબઈ ઈંડિયંસની આગેવાની કરી રહેલી કેપ્ટન હરમનપ્રિત કૌર પહેલી જ મેચમાં છવાઈ ગઈ હતી. મુંબઈ ઈંડિયન્સે 208 રનનો જંગી પડકાર રાખી દીધો હતો.
WPL 2023 ની પહેલી જ ઇનિંગમાં 207 રન
ગુજરાત જાયન્ટસ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની પહેલી જ મેચમાં મુંબઈની ટીમે 207 રન ખડકી દીધા હતા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા વુમેન્સ ક્રિકેટ લીગની પણ શાનદાર શરૂઆત કરવામાં આવી છે. પહેલી જ વિકેટ ત્રીજી ઓવરમાં 15 રનના સ્કોરે ગુમાવ્યા બાદ ટીમને હાઈલી મેથ્યૂસ અને નાટલી સીવરે સ્થિરતા અપાવી હતી અને બંને સારો સ્કોર કરવામાં સફળ થઈ હતી.
ત્યાર પછી કેપ્ટન હરમનપ્રિતે કૌરે પણ શાનદાર ઇનિંગ રમી હતી અને જોરદાર ફટકાબાજી કરી હતી. હરમનપ્રિતે કેપ્ટન ઇનિંગ રમતા માત્ર 30 બોલમાં શાનદાર 65 રન ફટકાર્યા હતા જેમાં 14 ચોગ્ગાનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત જાયન્ટ્સ તરફથી સ્નેહ રાણાએ બે વિકેટ ઝડપી હતી. ગુજરાતની ટીમે સાત બોલરોને અજમાવ્યા હતા પણ તેમ છતા તેઓ મુંબઈને રોકવામાં નિષ્ફળ ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર