Home /News /sport /INDvsSA: ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય, આ ગુજરાતી ખેલાડીના સ્થાને દિપક હુડા રમશે
INDvsSA: ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય, આ ગુજરાતી ખેલાડીના સ્થાને દિપક હુડા રમશે
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ પર્થના મેદાન પર દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.
T20 World Cup માં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી Playing Eleven માં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
T20 World Cup માં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. પર્થમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમમાં દિપક હુડાને સ્થાન મળ્યું છે. અને ગુજરાતી ખેલાડી અક્ષર પટેલને બહાર રાખવામા આવ્યો છે.
T20 World Cup માં આજે રવિવારે ગ્રૂપ-2માં ત્રણ મહત્વની મેચ રમાઈ. એમાંથી બે મેચો તો પર્થમાં જ યોજાઇ છે. પર્થમાં દિવસની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડસ વચ્ચે થશે. જ્યારે બીજી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થશે. આ મેદાન ભારત માટે અનેક રીતે મહત્વનુ છે. પાકિસ્તાનની આ જ મેદાન પર ઝીમ્બાબ્વે સામે શરમજનક હાર થઈ હતી. આ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપની રેસમાં ટકી રહેવા માટે પાકિસ્તાને આ મેચ જીતવી જ પડે તેવી સ્થિતિ છે.
અક્ષર પટેલના સ્થાને દિપક હુડા
ભારત તરફથી અક્ષર પટેલના સ્થાને દિપક હુડાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અક્ષર પટેલની બોલિંગથી પ્રોટીયસ ઘણાખરા પરિચિત છે અને તેની તૈયારી કરીને આવે તેવી શક્યતા છે પણ એવા સમયે દિપક હુડાને ટીમમાં એડ કરવામાં આવતા એક સરપ્રાઈઝ એલિમેન્ટ ઉમેરવામાં આવ્યું છે.
તો બીજી તરફ સાઉથ આફ્રિકા તરફથી પણ એક મોટો ફેરફાર ટીમમાં કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં ઇંગિડીને સ્થાન મળ્યું છે. તબરેઝ શમસીને પડતો મૂકવામાં આવ્યો છે.
TEAM ANNOUNCEMENT 🚨
1⃣ Solitary change
➡️ Lungi Ngidi is brought in
⬅️ Tabraiz Shamsi misses out
નેધરલેન્ડ સામેની મેચમાં પાકિસ્તાનની શરૂઆત સારી રહી હતી. પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર્સ સામે નેધરલેંડનો ટોપ ઓર્ડર ધરાશાયી થઈ ગયો હતો. ત્યારબાદ સતત વિકેટો પડી હતી અને 20 ઓવર્સમાં 91 રન બનાવી શકી હતી. તો સામે દિવસની પ્રથમ મેચમાં ઝીમ્બાબ્વે સામે બાંગ્લાદેશનો રોમાંચક વિજય થયો હતો.
પાકિસ્તાન માટે પણ મહત્વની મેચ
ભારત અને ઝીમ્બાબ્વે સામે પરાજય બાદ હવે જો હવે આ મેચ પણ પાકિસ્તાન હારી જાય તો સેમી ફાઇનલની રેસમાંથી બહાર થઈ જશે. પાકિસ્તાને ઝીમ્બાબ્વે સામેની મેચમાં એક ભૂલ કરી હતી જેને રિપીટ કરવાથી તે જરૂર દૂર ભાગશે. ભારતે પણ આ ભૂલ કરવાથી દૂર રહેવું પડશે.
તો વર્લ્ડકપમાં શરૂઆતની બે મેચ જીત્યા બાદ ભારતની સફર હવે આસન લાગી રહી છે. ભારત એક મેચ પણ પ્ર્ભુત્વસાભર રીતે જીતી જાય તો ટોપ 4 એટ્લે એક સેમિફાયનલમાં પહોંચવાની રાહ આસાન બની જશે.
પાકિસ્તાને ઝીમ્બાબ્વે સામેની મેચમાં એક ભૂલ કરી હતી અને ભારત પણ હવે એ જ ભૂલ કરે તો વર્લ્ડકપમાં પહેલી હારનો સામનો કરવો પડી શકે છે.
ફાસ્ટ બોલર્સ બતાવશે કમાલ
પાર્થની પિચ પર ફાસ્ટ બોલર્સને ખાસ્સી મદદ મળતી હોય છે. ઝીમ્બાબ્વે સામેની મેચમાં પાકિસ્તાની બોલર મોહમ્મદ વસીમ તૂટી પડ્યો હતો. તેણે માત્ર 24 રન આપીને ચાર ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. તેની ઘાતક બોલિંગ સામે ઝીમ્બાબ્વેના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા. 20 ઓવરમાં ટિમ માત્ર 130 રન જ બનાવી શકી હતી.
અગાઉની મેચમાં પાકિસ્તાની બોલર્સે ફૂલ લેન્થ બોલિંગ કરી હતી. ભારતીય ફાસ્ટ બોલર્સ હાર્ડ લેન્થ પીઆર બોલિંગ કરે તો ફાયદામાં રહેશે. કર્ણ કે અગાઉ પહેલી જ ઓવરમાં શાહીન આફ્રિદી દિશા ચૂકી ગયો હતો. તેણે ઓવરની શરૂઆત જ ફૂલટોસ સાથે કરી હતી. ગ્રીન ટોપ વિકેટ પર આ જ લેન્થ સાથે બોલિંગ કરી હતી અને પાવરપ્લેમાં શરૂઆતથી વિકેટ પાડી શક્યા નહોતા.
ઝીમ્બાબ્વેની પહેલી વિકેટ પંચમી ઓવરમાં પડી હતી જે અગાઉ પડી જવી જોઈતી હતી. પર્થમાં હાર્ડ લેન્થ પર બોલિંગ કરનાર બોલર જ સફળ થાય છે. જોઈએ હવે ભારતના ફાસ્ટ બોલર્સ કેવી કમાલ બતાવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર