Home /News /sport /ઓસ્ટ્રેલિયાની મેચ ડ્રો, હવે જાણો કેવી રીતે ભારત WTCની ફાઇનલમાં પહોંચશે
ઓસ્ટ્રેલિયાની મેચ ડ્રો, હવે જાણો કેવી રીતે ભારત WTCની ફાઇનલમાં પહોંચશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારત બીજા સ્થાને છે
જો ઓસ્ટ્રેલિયા ભારત સામે 0-4થી શ્રેણી હારી જાય અને બાકીના પરિણામો પણ અપેક્ષા મુજબ આવે તો અન્ય ટીમોની ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત થઈ જશે, પરંતુ હજી ક્રિકેટ રમવાની બાકી છે, પરંતુ ભારત ફાઇનલમાં પણ પહોંચવાનું સમીકરણ થોડું જટિલ છે.
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને T20 સિરીઝમાં 2-1થી હરાવ્યું અને હવે વન ડે સિરીઝની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ. કારણ કે ટીમ ઈન્ડિયા પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની રેસમાં છે, તેથી ટીમ ઈન્ડિયાને શું ફરક પડ્યો તેનું ગણિત સમજવું જરૂરી છે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની સિડનીમાં રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી, ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણી 2-0થી જીતી લીધી છે. અહીં આ શ્રેણી સમાપ્ત થઈ અને બીજી તરફ પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી પણ સમાપ્ત થઈ. હવે દરેકની નજર ભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝ અને ન્યુઝીલેન્ડ-શ્રીલંકા ટેસ્ટ સીરીઝ પર છે. પરંતુ શું ટીમ ઈન્ડિયા હજુ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી શકશે.
ઓસ્ટ્રેલિયા 75.56 ટકાના સ્કોર સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, ત્યારબાદ ભારત 58.93 ટકાના સ્કોર સાથે બીજા સ્થાને , શ્રીલંકા 53.33 ટકાના સ્કોર સાથે ત્રીજા સ્થાને અને દક્ષિણ આફ્રિકા 48.72ના સ્કોર સાથે ચોથા ક્રમે છે.
આ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બે સિરીઝ બાકી છે, તેના આધારે નક્કી થશે કે ભારત-શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ફાઈનલમાં કઈ ટીમ રમશે. અત્યારે ઓસ્ટ્રેલિયા 75.56 ટકા, ભારત 58.93 ટકા અને શ્રીલંકા 53.33 ટકાની સાથે ટોપ 3માં છે.
ફાઈનલમાં કેવી રીતે પહોંચશે ટીમ ઈન્ડિયા?
ભારતને ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે, બંને ટીમો વચ્ચે 4 મેચ રમાશે. જો ટીમ ઈન્ડિયા આ શ્રેણી 4-0, 3-1થી જીતે અથવા 2-2થી ડ્રો થાય, ત્યારે તે ફાઈનલમાં પહોંચી શકે છે. જો કે, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે બે મેચની સીરીઝ પણ રમાવાની છે, જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ હારે અને શ્રીલંકા જીતે તો શ્રીલંકા ફાઈનલમાં પહોંચી જશે.
જો કે શ્રીલંકાને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સાથે રમવાનું છે તેથી તેના માટે મુશ્કેલ છે. આવી સ્થિતિમાં જો શ્રીલંકા સીરીઝ 0-2થી હારી જાય છે અને અહીં ટીમ ઈન્ડિયા 1-3થી સીરીઝ હારી જાય છે તો પણ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની સાથે ફાઈનલમાં પહોંચી જશે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમવાની છે, આવી સ્થિતિમાં તેનું પલ્લુ ભારે છે. આ બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે, પહેલી ચેમ્પિયનશિપમાં પણ ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું.
ઓછામાં ઓછી 3 ટેસ્ટ જીતવી જરૂરી
જો ભારત આવતા મહિને ઓસ્ટ્રેલિયાની સાથે રમનારી 4 ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 3-1 અથવા પછી 3-0થી જીત હાંલિસ કરે છે તો તે કોઈના પર નિર્ભર રહ્યા વગર સીધી ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. જો આવું ન થાય તો ભારતને ઓછામાં ઓછી ઓસ્ટ્રેલિયાની સામે 2 ટેસ્ટ જીતવી પડશે. સાથે જ શ્રીલંકા ન્યુઝીલેન્ડની સામે ઓછામાં ઓછી એક મેચ હારી જાય અથવા પછી ડ્રો થઈ જાય.
જો શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સિરીઝનું પરિણામ ભારતની આશાના અનુસાર નથી આવતું અથવા પછી ઓસ્ટ્રેલિયા ખરાબ પ્રદર્શશન કરે અને સિરીઝ 1-2થી ભારત જવા દે તો આવી સ્થિતિમાં ભારત ત્યારે ફાઈનલમાં પહોંચી શકે છે, જ્યારે સાઉથ આફ્રિકા વેસ્ટઈન્ડિઝની સામે 2માંથી ઓછામાં ઓછી એક ટેસ્ટ હારી જાય અથવા એક મુકાબલો ડ્રો થઈ જાય. સાથે જ ન્યુઝિલેન્ડ શ્રીલંકાને એક ટેસ્ટ મેચમાં હરાવી દે. આવું થવાથી ભારતને ફાઈનલમાં પહોંચવાનો રસ્તો સાફ થઈ શકે છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર