ICC WTC Final:વિરાટ કોહલીની અધ્યક્ષતામાં ટીમ ઈન્ડિયા 19 મે સુધીમાં કરશે બાયો-બબલમાં એન્ટ્રી

ICC WTC Final:વિરાટ કોહલીની અધ્યક્ષતામાં ટીમ ઈન્ડિયા 19 મે સુધીમાં કરશે બાયો-બબલમાં એન્ટ્રી

  • Share this:
    નવી દિલ્લી: કોરોના વાયરસ (CoronaVirus)ને કારણે આઇપીએલ 2021 (IPL 2021)ને સ્થગિત કરી દેવમાં આવી છે. ત્યાર બાદ તમામ ખેલાડીઓ પોતાના ઘરે પહોંચી ગયા છે. ભારતીય ખેલાડીઓની નજર હવે આવતા મહિને યોજાવનારી વર્લ્ડ ચેમ્પિયન શીપ (WTC)ની ફાઈનલ પર હશે. તેના માટે બીસીસીઆઇએ ટીમની જાહેરાત પણ કરી દીધી છે. ઈનસાઈડ સ્પોર્ટના અહેવાલ અનુસાર ઈંગ્લેન્ડના પ્રવાસ માટે જનારી ભારતીય ટીમને 19 મે સુધીમાં બાયો-બલલમાં પ્રવેશ કરી લેવો પડશે.

    8 દિવસમાં બાયો-બબલમાં રહ્યા બાદ સાઉથેમ્પ્ટન જવા રવાના થશે. ભારતીય ખેલાડીઓને 19 મે સુધીમાં મુંબઇ પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. અને તેમને બાયો-બબલમાં પ્રવેશ કરવો પડશે. આ અંગે હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી આ માત્ર શક્યતા છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યા અનુસાર ઈંગ્લેન્ડના કડક નિયમોથી બચવા માટે ભારતમાં બાયો-બબલની રચના કરવામાં આવી છે.


    IPL 2021: આ કારણે અમદાવાદ અને દિલ્હીમાં તૂટ્યું બાયો-બબલ, સામે આવ્યા કારણ


    વર્લ્ડ ટેસ્ટસ ચેમ્પિયનશીપની ફાઈનલ (World test Championship Final) 18 મેથી 22 જૂન વચ્ચે રમાશે. અને ત્યારબાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચોની સીરીઝ રમશે. અને તેની શરૂઆત ઓગસ્ટ મહિનામાં થશે. મુંબઇમાં બાયો-બબલ દરમિયાન ખેલાડીઓના 3થી 4 વાર કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

    શ્રીલંકાના પ્રવાસમાં 3 વન-ડે અને 3 ટી-20 મેચ રમશે ટીમ ઈન્ડિયા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ


    ટીમ 2 જૂને ઇંગ્લેન્ડ જવા રવાના થશે અને ત્યાં પહોંચ્યા બાદ 10 દિવસની ક્વોરેન્ટાઇન હશે. આ પછી, 18 જૂને, તેઓ સાઉધમ્પ્ટનમાં ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે. ભારતીય ખેલાડીઓ આ સમયગાળા દરમિયાન પ્રેક્ટિસ કરી શકશે. આ સમય દરમિયાન પણ, ખેલાડીઓના સતત કોરોના પરીક્ષણો કરવામાં આવશે. ત્રણ મહિનાના લાંબા પ્રવાસને કારણે ભારતીય ખેલાડીઓને તેમના પરિવારને સાથે રાખવાની છૂટ આપવામાં આવી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:May 11, 2021, 16:01 pm

    ટૉપ ન્યૂઝ