Home /News /sport /

WTC Final 2021: એમએસ ઘોનીથી પણ આગળ નિકળવાની તૈયારીમાં વિરાટ કોહલી, તોડશે લૉયડનો રેકોર્ડ

WTC Final 2021: એમએસ ઘોનીથી પણ આગળ નિકળવાની તૈયારીમાં વિરાટ કોહલી, તોડશે લૉયડનો રેકોર્ડ

    નવી દિલ્લી: વિરાટ કોહલી (Virat Kohli)ન્યૂઝીલેન્ડ સામેની વિશ્વ ચેમ્પિયનશીપની ફાઈનલ (WTC Final 2021) મેચમાં ઉતરતા પહેલા આ જીત સાથે જ દુનિયાનો સૌથી સફળ કેપ્ટનની યાદીમાં ચોથા સ્થાન પર આવી જશે. કોહલીએ અત્યાર સુધીમાં 60 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. અને તે મહેન્દ્રસિંહ ધોનીની સરખામણી પણ કરી શકે છે. આ સાથે જ WTCની ફાઈનલ મેચ બાદ ભારત તરફથી સૌથી વધારે મેચ રમાનારો કેપ્ટન બની જશે.

    કોહલી આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચોમાં સીરીઝ દરમિયાન આ રેકોર્ડ પોતાન નામે કરી લેશે, પરંતુ તેની બાળકીના જન્મ થતા તે ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ત્રણ મેચ રમી શક્યો ન હતો. જેમાં અજીક્ય રહાણે ટીમનો કેપ્ટન હતો.

    60 મેચોમાંથી 36 મેચોમાં મેળવી જીત

    પહેલીવાર 2014માં ટેસ્ટ ટીમમાં કેપ્ટનશીપમાં કોહલી અત્યાર સુધી 60 મેચોમાંથી 36 મેચોમાં ભારતને જીત અપાવી છે. ઘોની 60 મેચોમાંથી 27માં જીત મેળવી બીજા સ્થાન પર છે. ભારતીય ટીમ બે જૂનથી સાડા ત્રણ મહિના માટે ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે. જેમાં તે WTC ફાઈનલની સાથે ઈંગ્લેન્ડની સામે 5 ટેસ્ટ સિરીઝ પણ રમશે. આ પ્રવાસ દરમિયાન કોહલી સૌથી વધારે મેચો જીતનારા કેપ્ટનની યાદીમાં વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ ક્લાઈવ લૉયડને પણ પાછળ છોડી દેશે.

    લૉયડની આગેવાનીમાં વેસ્ટ ઇન્ડીઝે 74 મેચ રમી હતી, જેમાં તેણે 36 મેચ જીતી હતી. સુકાની તરીકે સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ગ્રિમ સ્મિથના નામે છે (109 મેચમાં 53 જીત) તે પછી ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (77 મેચમાંથી 48 જીતી) અને સ્ટીવ વો (57 મેચમાંથી 41 જીતી) તે પછી છે. ગ્રીન સ્મિથે પણ સૌથી વધુ ટેસ્ટ મેચોમાં કેપ્ટન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે પછી ઓસ્ટ્રેલિયાની એલન બોર્ડર (93 મેચ), ન્યુઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગ (80), પોન્ટિંગ (77), લોયડ (74), અને ત્યારબાદ ધોની અને કોહલીનો નંબર આવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ms dhoni, World test championship, ક્રિકેટ ન્યૂઝ, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन