કોરોનાની ઝપેટમાં આવ્યો દુનિયાનો નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ

કોરોનાની ઝપેટમાં આવ્યો દુનિયાનો નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ

સર્બિયા સરકાર દ્વારા લૉકડાઉનનમાં છૂટછાટ મળ્યા પછી સર્બિયા અને ક્રોએશિયાની વચ્ચે પ્રદર્શની ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતુ અને તે મેચમાં ભાગ લેવાવાળા બે પ્લેયર્સનો કોરોના રિપોર્ટ પહેલાથી પોઝિટિવ આવ્યો હતો

 • Share this:
  બેલગ્રામ : દુનિયાના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને કોરોના થયો છે. સર્બિયા સરકાર દ્વારા લૉકડાઉનનમાં છૂટછાટ મળ્યા પછી સર્બિયા અને ક્રોએશિયાની વચ્ચે પ્રદર્શની ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતુ અને તે મેચમાં ભાગ લેવાવાળા બે પ્લેયર્સનો કોરોના રિપોર્ટ પહેલાથી પોઝિટિવ આવ્યો હતો. જેના પછી જોકોવિચ પણ ખતરામાં આવ્યો હતો અને આજે તેણે કહ્યું કે તે કોરોના સંક્રમિત છે.

  જોકોવિચના પહેલા વિક્ટર ટ્રૉઈકીએ મંગળવારે કહ્યુ કે તે અને તેની ગર્ભવતી પત્ની બંને કોરોના વાયરસથી સંક્રમિત છે. ટ્રૉઈકી બે ચરણની સ્પર્ધાના પહેલા ચરણમાં બેલગ્રાદમાં જોકોવિચની વિરુદ્ધ રમ્યો હતો. ટ્રૉઈકી વિશ્વ રેન્કિગમાં ટોપ 20માં સામેલ રહી ચૂક્યો છે. દુનિયાનો નંબર વન ટેનિસ ખેલાડી જોકોવિચ અડ્રિયા ટૂરનો ચહેરો હતો. એડ્રિયા ટૂર પ્રદર્શની મેચોની સિરીઝ હતી, જેની શરુઆત સર્બિયાની રાજધાનીમાં થઇ અને ગત સપ્તાહે ક્રોએશિયાના જદરમાં મેચોનું આયોજન થયુ હતું. ફાઈનલ રદ થયા પછી તે ક્રોએશિયાથી ચાલ્યો ગયા હતો અને બેલગ્રામમાં તેનું પરીક્ષણ થયું હતું.

  આ પણ વાંચો - પાકિસ્તાન બોર્ડે કહ્યું - મોહમ્મદ ઇરફાનનું મોત, 7 ફૂટ, 1 ઇંચ લાંબા બોલરે કહ્યું - જીવિત છું

  જોકોવિચ આની પહેલા પણ કહી ચુક્યા છે જો યાત્રા માટે ફરજિયાત થયું તો તે વાયરસ માટે ટીકા લગાવવાની વિરુદ્ધ છે. ત્રણ વખત ગ્રાન્ડસ્લેમ સેમિફાઈનલમાં સ્થાન બનાવનાર બુલ્ગારિયાના ગ્રિસોર દિમિત્રોવે રવિવારે અને તેની સામે રમનાર બોર્ના કોરિચે પણ સોમવારે કહ્યુ હતું કે તે પણ પોઝિટિવ છે. આ બંને દેશોમાં મેચો દરમિયાન સામાજિક અંતરના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું.
  Published by:Ashish Goyal
  First published: