ન્યૂઝ18 ગુજરાતી : ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે વર્લ્ડ કપની સેમીફાઇનલ આજ ફરીથી શરૂ થશે. કાલે જે સમયે વરસાદના કારણે રમત રોકવામાં આવી ત્યારે ન્યૂઝીલેન્ડ 46.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 211 રન કરી ચૂક્યું હતું. એટલે કે ન્યૂઝીલેન્ડને હજુ 23 બોલનો સામનો કરવાનો છે. એવામાં ટીમ ઈન્ડિયાને 230-240 રનનો ટાર્ગેટ મળી શકે છે. પરંતુ શું ટીમ ઈન્ડિયા માટે આ રન ચેઝ સરળ રહેશે?
સરળ નથી પિચ
મેનચેસ્ટરની આ પિચર પર બેટિંગ કરવી સરળ નથી. ક્રિકેટના જાણકારો મુજબ, આ એક એવી પિચ છે જ્યાં બેટિંગ કરવી મુશ્કેલ છે. તે એક two-paced surface છે એટલે કે અહીં બોલની સ્પીડને સમજવી બેટ્સમેન માટે સરળ નથી હોતી.
વરસાદના કારણે મુશ્કેલીમાં વધારો
મેનચેસ્ટરમાં આજે પણ વરસાદની શક્યતા છે. એટલે કે નક્કી છે કે મેચ દરમિયાન વરસાદ પડશે. એવામાં ટીમ ઈન્ડિયા માટે જીતનું લક્ષ્ય ડકવર્થ લુઈસ નિયમ મુજબ નક્કી કરવામાં આવી શકે છે. એટલે કે ભારતને સાચવીને રમવું પડશે. જો શરૂઆતમાં વધુ વિકેટ પડી જાય છે તો પછી ટીમ ઈન્ડિયાને મોટો ટાર્ગેટ મળી શકે છે. એટલે કે હવામાનના મિજાજ મુજબ ટીમ ઈન્ડિયાને બેટિંગની રણનીતિ નક્કી કરવી પડશે.
મેનચેસ્ટરના આંકડા પર નજર કરીએ તો અહીં પહેલા બેટિંગ કરનારી ટીમ ફાયદામાં રહે છે. છેલ્લી પાંચ મેચોમાં અહીં પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે. એવામાં અહીં ટીમ ઈન્ડિયા માટે લક્ષ્યનો પીછો કરવું સરળ નહીં હોય.
સેમીફાઇનલમાં ચેઝ કરવાનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં સાતમી સેમીફાઇનલ રમી રહી છે. અત્યાર સુધી ભારતને ત્રણ વાર સેમીફાઇનલમાં જીત મળી છે. તેમાંથી માત્ર એક વાર ટીમને ઈંગ્લેન્ડની વિરુદ્ધ 1983માં ચેઝ કરતાં જીત મળી હતી. બાકી બંને વાર પહેલા બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ જીત મળી છે. વર્લ્ડ કપ 2015માં પણ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ લક્ષ્યનો પીછો કરતાં હારી ગઈ હતી.
સેમીફાઇનલનું દબાણ
ભલે ન્યૂઝીલેન્ડ અહીં મોટો ટાર્ગેટ ઊભો ન કરી શકે પરંતુ આપણે યાદ રાખવા પડશે કે આ વર્લ્ડ કપની સેમીફાઇનલ છે. એટલે કે કોઈપણ સમયે કોઈપણ ટીમ અહીં દબાણમાં આવી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર