આ વીડિયોને જોઈને ન્યૂઝીલેન્ડે તૈયાર કર્યો હતો ભારતને હરાવવાનો પ્લાન

ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને હરાવવા માટે ખાસ તૈયારી કરી હતી, એવી તૈયારી જેનાથી પ્રથમ ચાર ઓવરમાં જ ભારતીય ટીમ પાંગળી બની જાય.

ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને હરાવવા માટે ખાસ તૈયારી કરી હતી, એવી તૈયારી જેનાથી પ્રથમ ચાર ઓવરમાં જ ભારતીય ટીમ પાંગળી બની જાય.

 • Share this:
  આઈસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019)ની સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હારની બધે ચર્ચા ચાલી રહી છે. કેવી રીતે ટીમ ઇન્ડિયાના ટોચના બેટ્સમેનો આ રીતે સરેન્ડર કરી દે તે વાત કોઈને સમજાય નથી રહી. જોકે, ખબરોનું માનવામાં આવે તો, ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને હરાવવા માટે ખાસ તૈયારી કરી હતી, એવી તૈયારી જેનાથી પ્રથમ ચાર ઓવરમાં જ ભારતીય ટીમ પાંગળી બની જાય.

  આ વીડિયોનો સહારો લીધો

  કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને હરાવવા માટે ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલનો વીડિયો જોયો હતો. આ મુકાબલામાં પાકિસ્તાને શરૂઆતની ઓવરમાંજ ટીમ ઇન્ડિયાના ટોપ ઓર્ડરને પેવેલિયન ભેગા કરી દીધા હતા. આવી જ રણનીતિ ન્યૂઝીલેન્ડે સેમિ ફાઇનલ માટે બનાવી હતી. રોહિત શર્માને બીજી જ ઓવરમાં પેવેલિયન ભેગો કરી દીધો હતો. બાદમાં કેપ્ટન વિરાટ કોહલીને આઉટ કરવા માટે કેપ્ટન કેન વિલિયમસને ખાસ રણનીતિ બનાવી હતી. જેમાં તે સફળ રહ્યો હતો. જે બાદમાં ટીમ ઇન્ડિયાની એક પછી એક વિકેટો પડી હતી.  ચેમ્પિયન્સ ટ્રોફીમાં શું થયું હતું?

  વર્ષ 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાને ભારત સામે 339 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયાને ટોપ ઓર્ડર બેટ્સમેનોએ સરેન્ડર કરી દીધું હતું. ત્રીજી ઓવર સુધી વિરાટ કોહલી અને રોહિત શર્મા પેવેલિયન પરત ફરી ચુક્યા હતા. જે બાદમાં પણ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ફક્ત 72 રનમાં ટીમ ઇન્ડિયાની 6 વિકેટ પડી ગઈ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ 180 રનથી કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

  વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડની રણનીતિનો પ્રશંસા કરી

  ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મેચ બાદ ન્યૂઝીલેન્ડની ખૂબ પ્રશંસા કરી હતી. વિરાટે કહ્યુ, "સાચું કહીએ તો ન્યૂઝીલેન્ડની રમતથી મને આશ્ચર્ય થયું ન હતું. જો ઓછો સ્કોર હોય તો દુનિયામાં ફક્ત એક બે ટીમ એવી છે જે ફિલ્ડિંગ દરમિયાન ઘેરામાં સાત ખેલાડી રાખે છે, ન્યૂઝીલેન્ડે આવું જ કર્યું હતું."
  Published by:Vinod Zankhaliya
  First published: